Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કૈલાશ સત્યાર્થીનો નોબલ પુરસ્કાર ચોર લઈ ગયા

કૈલાશ સત્યાર્થીનો નોબલ પુરસ્કાર ચોર લઈ ગયા
નવી દિલ્હી. , મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (15:21 IST)
દેશની રાજધાની દિલ્હીમાં ચોરોના હોસલા બુલંદ છે. પોલીસના તમામ દાવા પછી ચોર પોતાના કારસ્તાનમાં સફળ થવા જઈ રહ્યા છે. આ વાર ચોરોએ નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીના ઘરને નિશાન બનાવ્યુ છે ચોરોની હરકતથી લોકો હેરાન છે.  મુખ્ય વાત એ છે કે નોબલ પુરસ્કારની પ્રતિલિપી પણ ચોર ઉઠાવીને લઈ ગયા છે. 
 
નોબલ પુરસ્કારની પ્રતિલિપિ પણ તમારી સાથ લઈ ગયા ચોર 
 
ઉલ્લેખનીય છે કે સત્યાર્થીના દિલ્હીના ઘરમાં ચોરી થઈ ગઈ છે. એવુ બતાવાય રહ્યુ છે કે ગઈકાલે મોડા થયેલ આ ઘટનામાં ચોર કૈલાશ સત્યાર્થીને મળેલ નોબલ પુરસ્કારની રેપ્લિકા પણ પોતાની સાથે લઈ ગયા. ઘરેથી ઘરેણા અને કેશ પણ ગાયબ છે. કૈલાશ સત્યાર્થી દિલ્હીની કૈલાશ કોલોનીના અરાવલી એપાર્ટમેંટમાં રહે છે પણ તેઓ હાલ વિદેશમાં છે. 
 
કોણ છે કૈલાશ સત્યાર્થી ?
 
- બાળ શ્રમ વિરોધી કાર્યકર્તા છે કૈલાશ સત્યાર્થી 
- પોતાનુ જીવન બાળ શ્રમ ખતમ કરવા અને દુનિયામાંથી દાસ્તાની કુરીતિને ખતમ કરી સમર્પિત કરી. 
- પાકિસ્તાની કિશોરી મલાલા યૂસુફજઈની સાથે તેમણે 2014 નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાઈનીઝ કંપની શાંઘાઈ ઓટો સાણંદમાં પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા