Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરવિંદ કેજરીવાલને મુખ્ય મંત્રીપદ પરથી હટાવવા માટેની અરજી દિલ્હી હાઈકોર્ટ ફગાવી, અદાલતે શું કહ્યું?

Arvind Kejriwal
, ગુરુવાર, 28 માર્ચ 2024 (15:11 IST)
Arvind Kejriwal-  દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરવામાં આવેલી જાહેર હિતની અરજી ફગાવી દીધી છે.આ અરજીમાં તેમને મુખ્ય મંત્રી પદ પરથી હટાવવાની માગ કરવામાં આવી હતી.
 
કોર્ટે કહ્યું કે આ મામલે ન્યાયાલયના હસ્તક્ષેપની કોઈ સંભાવના નથી.
 
લાઇવ લૉ વેબ સાઈટ પ્રમાણે આ અરજી દિલ્હીના રહેવાસી સુરજીત સિંહ યાદવે કરી હતી જે પોતાને ખેડુત અને સામાજીક કાર્યકર્તા તરીકે ઓળખાવે છે.
 
તેમણે દાવો કર્યો હતો કે નાણાકીય ગોટાળાના આરોપી મુખ્ય મંત્રીને સાર્વજનિક પદ પર રહેવાની પરવાનગી ન આપવી જોઈએ.
 
મુખ્ય મંત્રી કેજરીવાલના નવી દિલ્હી સ્થિત ઘર પરથી ગયા ગુરૂવારે ઈડીએ તેમની ધરપકડ કરી હતી. તેમના પર દિલ્હીની દારૂનીતિમાં થયેલા કથિત ગોટાળામાં સામેલ હોવાનો આરોપ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ, મનરેગા મજૂરોને મોટી ભેટ