Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલે કહ્યું, 'ભલે બીજી પાર્ટી પાસેથી પૈસા લો પરંતુ તેમને વોટ ન આપતા'

કેજરીવાલે કહ્યું, 'ભલે બીજી પાર્ટી પાસેથી પૈસા લો પરંતુ તેમને વોટ ન આપતા'
, ગુરુવાર, 26 ડિસેમ્બર 2024 (09:32 IST)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે "બીજી પાર્ટીવાળા પૈસા આપે તો લઈ લો પરંતુ તેમને વોટ નહીં આપતા."
 
તેમણે કહ્યું, "હવે બીજી પાર્ટીવાળા આવે છે અને આવીને તમને 1100-1100 રૂપિયા આપશે, લઈ લેજો, ના ન પાડતા. આપણા જ પૈસા છે. પરંતુ વોટ તેમને ન આપતા."
 
કેજરીવાલે કહ્યું, "તમારો વોટ 1100 રૂપિયા કરતા વધારે કિંમતી છે. વોટ યોગ્ય પાર્ટીને આપજો. જે શિક્ષણ માટે કામ કરે. જે સ્કૂલ અને હૉસ્પિટલ બનાવે. જે મહિલાઓ માટે બસની મુસાફરી મફત કરે. તેવા લોકોને વોટ નહીં આપતા જે તમારો વોટ માત્ર 1100 રૂપિયામાં ખરીદે છે."
 
આ પહેલાં દિલ્હીનાં મુખ્ય મંત્રી આતિશીએ બુધવારે ભાજપ નેતા પ્રવેશ વર્મા પર નવી દિલ્હીના વિસ્તારમાં લોકોને પૈસા આપવાનો આરોપ લગાવ્યો હતો.
 
આતિશીના જવાબમાં પ્રવેશ વર્માએ કહ્યું હતું કે તેમણે એવી મહિલાને મદદ કરી છે જેમને પેન્શન નહોતું મળતું અને ન તેમની પાસે રાશનકાર્ડ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vaishno Devi- શ્રી માતા વૈષ્ણો દેવી સંઘર્ષ સમિતિએ બંધનું આહ્વાન કર્યું અને કહ્યું કે આ સમયગાળા દરમિયાન કટરામાં તમામ પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે.