Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Delhi Double Murder: દિલ્હીના પોશ વિસ્તારમાં ડબલ મર્ડર, ઘરમાં મળી માતા-પુત્રની લાશ, પોલીસે આરોપી નોકરની કરી ધરપકડ

delhi murder
delhi murder
દક્ષિણ પૂર્વ દિલ્હીના લાજપત નગરમાં એક દિલ કંપાવનારી  ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં 42 વર્ષીય મહિલા રુચિકા અને તેના 14 વર્ષના પુત્ર ક્રિશની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના મોડી રાત્રે બની હતી. જ્યારે પરિવારના સભ્યોનો સંપર્ક થઈ શક્યો નહીં, ત્યારે તેમણે પોલીસને જાણ કરી. પોલીસે દરવાજો તોડ્યો ત્યારે મહિલાનો મૃતદેહ બેડરૂમમાં અને પુત્રનો મૃતદેહ બાથરૂમમાં મળી આવ્યો. પતિની ફરિયાદ પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કેસની તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. પોલીસને શંકા છે કે નોકરે હત્યા કરી છે. 

 
દક્ષિણ પૂર્વ દિલ્હીના લાજપત નગર-1 વિસ્તારમાં માતા અને પુત્રની ક્રૂર હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું હતું કે ઘરની અંદર બંનેના ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. મહિલાની ઓળખ 42 વર્ષીય રુચિકા અને પુત્રની ઓળખ 14 વર્ષીય ક્રિશ તરીકે થઈ છે. મોડી રાત્રે, જ્યારે પડોશીઓને ઘરમાંથી કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેઓએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડીને મૃતદેહો બહાર કાઢ્યા. ઘટના બાદથી ઘરનો નોકર ફરાર હતો, જેનાથી શંકા વધુ ઘેરી બની.
 
પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાલિકે કોઈ કારણોસર નોકર મુકેશને ઠપકો આપ્યો હતો. તેનાથી ગુસ્સે થઈને તેણે આ અપરાધ કર્યો હતો. જોકે, આ વાતની પુષ્ટિ થઈ નથી, ફક્ત એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઘરમાલિકે ઠપકો આપ્યા બાદ નોકરે ગુસ્સામાં ઘરમાલિકની હત્યા કરી હશે. પોલીસ ફક્ત આ જ  પોઈંટપર અટકી નથી, અન્ય શક્યતાઓને ધ્યાનમાં રાખીને, આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી હત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નોકર મુકેશ બિહારનો રહેવાસી છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. દક્ષિણ દિલ્હી ઝોનના સંયુક્ત કમિશનરે જણાવ્યું હતું કે મુકેશની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. હત્યા પાછળ મુકેશ એકલો જ છે કે અન્ય કોઈ પણ સામેલ છે તે જાણવા માટે કેસની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને લોકો આઘાતમાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમ મોદીને મળ્યું ઘાનાનું સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના', બંને દેશો વચ્ચે થયા 4 મોટા કરાર