Delhi Air Pollution: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવા સતત ઝેરી બની રહી છે. વાયુ પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે, ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ અને જાહેર પ્રોજેક્ટ્સ પર બાંધકામના કામને સ્થગિત કરવા સહિતના નિયંત્રણના પગલાં હોવા છતાં, AQI આંકડો મંગળવારે સવારે 500 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીના પંજાબી બાગ, પુસા, રોહિણી, શાદીપુર, સોનિયા વિહાર, વિવેક વિહાર, વજીરપુર, અલીપુર, આનંદ વિહાર, બવાના, જહાંગીરપુરી, મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, નરેલા, નેહરુ નગર અને પ્રતાપગંજ. વિસ્તારોમાં AQI સ્તર 500 સુધી પહોંચી ગયું છે. વધતા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને દિલ્હી યુનિવર્સિટી અને જેએનયુએ ઓનલાઈન ક્લાસની જાહેરાત કરી છે.
પ્રદૂષણને કારણે શાળાઓ અને DU-JNUમાં 10માથી 12મા સુધીના વર્ગો ઓનલાઈન કરવામાં આવ્યા છે. ધુમ્મસને કારણે ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અને તેમાં વિલંબ પણ થઈ રહ્યો છે.