Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રક્ષા મંત્રીએ પાકિસ્તાનનું નામ લઈને ચીનને ઈશારામાં આપી ચેતવણી, કહ્યું- અમારી જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરશો તો જડબાતોડ જવાબ આપીશુ

રક્ષા મંત્રીએ પાકિસ્તાનનું નામ લઈને ચીનને ઈશારામાં આપી ચેતવણી, કહ્યું- અમારી જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરશો તો જડબાતોડ જવાબ આપીશુ
, શનિવાર, 20 નવેમ્બર 2021 (19:03 IST)
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન કે રાષ્ટ્ર વિરોધીઓ દેશની શાંતિને બગાડવાનો પ્રયાસ કરશે તો નવું ભારત જડબાતોડ જવાબ આપશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે કહ્યું હતું કે ભારત તેના પડોશીઓ સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો કોઈ દેશ તેની એક ઇંચ પણ જમીન હડપ કરવાનો પ્રયાસ કરશે તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે. ભાજપના વરિષ્ઠ નેતા સિંહ ઉત્તરાખંડમાં 'શહીદ સન્માન યાત્રા'ના બીજા તબક્કાની શરૂઆત કરવા પહોંચ્યા હતા. જે પિથોરાગઢ જિલ્લાના જોલખેત મૂનાકોટથી શરૂ થઈ હતી. 
      
"અમે અમારા પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી કે કોઈ વિદેશી જમીન પર કબજો કર્યો નથી. પડોશીઓ સાથે સારા સંબંધો એ ભારતની સંસ્કૃતિ રહી છે, પરંતુ કેટલાક લોકો તેને સમજી શકતા નથી. મને ખબર નથી કે તે તેમની આદત છે કે સ્વભાવ.
 
પાકિસ્તાનનું નામ લેતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તે આતંકવાદી ગતિવિધિઓ દ્વારા ભારતને અસ્થિર કરવાની કોશિશ કરે છે અને તેને કડક સંદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું, "અમે પશ્ચિમી સરહદ પરના અમારા પાડોશીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જો તે સરહદ પાર કરશે તો અમે માત્ર સરહદો પર જ જવાબી કાર્યવાહી નહીં કરીએ, પરંતુ તેના ક્ષેત્રમાં ઘૂસીને સર્જિકલ અને હવાઈ હુમલા પણ કરીશું."
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને નહોતો કર્યો આપધાત, મોબાઈલ મેસેજ પરથી મર્ડર થયુ હોવાની આશંકા