મધ્યપ્રદેશના દતિયામાં એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક બેકાબૂ આઈશર ટ્રક ફુલી નદીમાં પડી ગઈ, જેમાં ટ્રકમાં સવાર 12 લોકોના મોત થયા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા. ઘટના દતિયાના દુરસાડા પોલીસ સ્ટેશન હેઠળના બુહારા ગામની છે. બતાવાય રહ્યું છે કે આ તમામ લોકો ટ્રકમાં સવાર થઈને લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે આ દર્દનાક અકસ્માત થયો.
ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો અકસ્માત
એસપી પ્રદીપ શર્માએ જણાવ્યુ કે દુરસડા ક્ષેત્રના બુહારા ગામની પાસે એક નિર્માણાધીન પુલ છે. ગ્વાલિયરના બિલહેટી ગામનો એક પરિવાર પોતાની આયશર ગાડી દ્વારા લગ્ન સમારંભમાં સામેલ થવા ટીકમગઢ જઈ રહ્યો હતો. તેમના ડ્રાઈવર રૂટની પહોળાઈ સમજી ન શક્યો જેને કારણે ગાડી નીચે પલટાઈ ગઈ. ફંસાયેલા લોકોને બચાવાયા છે. પરિજનોની પૂછપરછ ચાલુ છે.
ગૃહમંત્રીએ બચાવ કાર્ય ઝડપી કરવાનો આપ્યો આદેશ
ઘટના બાદથી ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. આ સાથે જ પીડિત પરિવારોને તમામ સંભવ મદદનુ આશ્વાસન આપવામાં આવ્યું છે.