Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વલસાડમાં ગ્લેમર્સની 50 કિ,મી સુધીની સાયકલ રેસ

વલસાડમાં ગ્લેમર્સની 50 કિ,મી સુધીની સાયકલ રેસ
, સોમવાર, 9 જાન્યુઆરી 2017 (14:10 IST)
વલસાડમાં શિયાળાની વહેલી સવારે ગુંદલાવ ખેરગામ રોડ પર સાયકલિસ્ટોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેમાં સાયકલ મહારથી બાઇક કરતાં ઝડપી સાયકલ ચલાવતા જોવા મળ્યા હતા. આ સાયકલ સવારો વલસાડમાં યોજાયેલી સાયક્લોથોનના સ્પર્ધકો હતા. વલસાડ રેસર્સ ગૃપ દ્વારા યોજાયેલી સાયક્લોથોનનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં બાળકોથી લઇ વૃદ્ધો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં સાયકલ ચલાવતા જોવા મળી હતી.વલસાડ રેસર્સ ક્લબ દ્વારા યોજાયેલી સાયક્લોથોન ૨૦૧૭માં ગુંદલાવ ચોકડીથી ખેરગામ-જામનપાડા સુધી સાયકલો રેસ યોજાઇ હતી. મૂખ્યત્વે ૫૦ કિમીની આ રેસમાં ૨૫૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે અન્ય ૧૫ કિમી ફન રેસમાં પણ ૪૦૦ થી વધુ સાયકલિસ્ટો જોડાયા હતા. વલસાડમાં બીજી વખત યોજાયેલી આ સ્પર્ધામાં મુખ્યત્વે શહેરના અગ્ર ગણ્ય ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમજ સ્વાસ્થ્ય પ્રેમી પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા. આ સ્પર્ધાના આયોજનમાં વલસાડ રેસર્સ ક્લબના ડો. કલ્પેશ જોષી, ડો. અજીત ટંડેલ, નિતેશ પટેલ, દિપસિંહ વગેરેઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. સાયલોથોન અગાઉ વોર્મઅપ એક્સરસાઇઝ માટે વેસ્ટર્ન ઝુમ્બા ડાન્સ અને એરબિક ડાન્સ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયલિસ્ટો મ્યુઝિકના તાલે ઝુમી ઉઠ્યા હતા. વહેલી સવારે હા‌ઇવેના એક કોમ્પલેક્ષમાં જાણે ડાન્સ કાર્યક્રમની રમઝટ જામી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે દિલ્લી મેટ્રોમાં મહિલાઓ સેલ્ફ ડિફેંસ માટે ચાકૂ લઈ જઈ શકે