Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોવેક્સિનને ઓસ્ટ્રેલિયાએ આપી મંજૂરી

કોવેક્સિનને ઓસ્ટ્રેલિયાએ આપી મંજૂરી
, સોમવાર, 1 નવેમ્બર 2021 (15:25 IST)
ઓસ્ટ્રેલિયા સરકારના આરોગ્ય વિભાગે ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપી છે. હવે 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના મુસાફરો જેમણે રસી લીધી છે તેઓ કોઈપણ પ્રતિબંધ વિના ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ મેળવી શકશે. 
 
નવી મંજૂરી બાદ Covaxin લઈ ચૂકેલા ભારતીયોને મંજૂરી મળશે. જો કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા લીલી ઝંડી હજી સુધી આપી નથી.
 
 ઓસ્ટ્રેલિયન સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) એ સોમવારે ભારતની કોવેક્સિન અને ચીનની સિનોફાર્મ કંપનીની BBIBP-CorV રસીને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિર્ણય બાદ એવું માનવામાં આવશે કે જે લોકોએ કોરોના વેક્સિન લગાવી છે, તેઓનું રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. ઓસ્ટ્રેલિયાએ કોવેક્સિન લગાવનારા 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ કરવાની મંજૂરી આપી દીધી છે. વિભાગનું કહેવું છે કે ટીજીએએ તાજેતરમાં રસી સંબંધિત વધારાની માહિતી મેળવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધનતેરસ 2021 - ધનતેરસ પર આ 5 પીળી ચીજો ખરીદો, એટલા પૈસા આવશે કે તમે ચોંકી જશો