Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona Peak - ભારતમાં પીક ક્યારે આવશે?

Corona Peak - ભારતમાં પીક ક્યારે આવશે?
, શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (08:59 IST)
ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારા અંગે પોતાનું અવલોકન રજૂ કરતાં યુનિવર્સિટી ઑફ મિશિગનનાં મહામારી-વિશેષજ્ઞ અને ડેટા વૈજ્ઞાનિક ડૉ. ભ્રમર મુખરજીએ 'ઇન્ડિયા ટુડે' સાથે વાત કરી હતી.
 
જેમાં તેમણે કહ્યું હતું કે, "હાલ આપણે જે જોઈ રહ્યા છીએ તે લોકો માટે થોડું રાહતભર્યું છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં ઝડપથી કેસ વધી રહ્યા છે જેથી પીક ઝડપથી હાંસલ કરશે. આગામી સાત-દસ દિવસમાં વૃદ્ધિદરમાં ઘટાડો જોવા મળશે."
 
તેઓ જણાવે છે કે, "ભારતમાં હંમેશાં રાષ્ટ્રોની અંદર ઘણાં રાષ્ટ્રો હોવા જેવી સ્થિતિ રહે છે. તેથી જુદાં જુદાં ક્ષેત્રોમાં પીકનો સમયગાળો એકસરખો રહેતો નથી."
 
"દિલ્હીમાં રિપ્રોડક્શન નંબર 2 હતો જે ઘટીને 1.4 થયો છે. મને આશા છે કે ખરેખર ટેસ્ટ પૉઝિટિવિટી રેટમાં થોડો ઘટાડો નોંધાયો છે. મને આશા છે કે આગામી સાત દિવસમાં અમુક રાજ્યોમાં પીક નોંધાશે. જ્યારે સમગ્ર ભારતમાં પીક જાન્યુઆરીના અંત સુધીમાં નોંધાઈ શકે છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Train Accident in North Bengal: પાટા પરથી ઉતર્યા ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા, 4 લોકોના મોત, 50થી વધુ લોકો ઘાયલ