Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CM Yogi Oath Ceremony Live : PM મોદી- અમિત શાહ સહિત દેશની દિગ્ગજ હસ્તિયોની સામે યોગી આદિત્યનાથે લીધી CM પદની શપથ

CM Yogi Oath Ceremony Live : PM મોદી- અમિત શાહ સહિત દેશની દિગ્ગજ હસ્તિયોની સામે યોગી આદિત્યનાથે લીધી CM પદની શપથ
, શુક્રવાર, 25 માર્ચ 2022 (16:40 IST)
CM Yogi Oath Ceremony Live Updates :બીજેપી વિધાયકદળના સૌથી વરિષ્ઠ સભ્ય સુરેશ કુમાર ખન્નાએ, યોગી આદિત્યનાથના નામનો પ્રસ્તાવ મૂક્યો. સૂર્ય પ્રતાપ શાહી, બેબી રાની મૌર્ય, નંદ ગોપાલ ગુપ્તા નંદી અને રામ નરેશ અગ્નિહોત્રીએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. જે બાદ હાજર તમામ ધારાસભ્યો તેમની સાથે સંમત થયા હતા.

 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લખનૌના એકના સ્ટેડિયમ પહોંચ્યા 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા લખનૌના એકના સ્ટેડિયમ પહોંચ્યા છે. યોગી કેબિનેટ માટે 52 મંત્રીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્યને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. નીતિન અગ્રવાલ અને કપિલ દેવ અગ્રવાલ સહિત 14 મંત્રીઓને રાજ્ય મંત્રીનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

લખનઉના ઈકાના સ્ટેડિયમમાં સાંજે 4 વાગે યોગી બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ પહેલા મોટા સમાચાર એ છે કે અગાઉની સરકારના 20 મંત્રીઓને બહાર કરવામાં આવ્યા છે. એટલે કે આ વખતે તેમને કેબિનેટમાં સ્થાન નથી મળી રહ્યું. 52 ધારાસભ્યો મંત્રી બનવા જઈ રહ્યા છે કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠક ડેપ્યુટી સીએમ બનશે.
 
કેબિનેટ મંત્રીઓ- સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ કુમાર ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, બેબી રાની મૌર્ય, લક્ષ્મી નારાયણ ચૌધરી, જયવીર સિંહ, ધર્મપાલ સિંહ, નંદ ગોપાલ ગુપ્તા નંદી, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અનિલ રાજભર, જિતિન પ્રસાદ, રાકેશ સચાન, અરવિંદ કુમાર શર્મા, યોગેન્દ્ર ઉપાધ્યાય, આશિષ પટેલ, સંજય નિષાદ.
webdunia
રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)- નીતિન અગ્રવાલ, કપિલદેવ અગ્રવાલ, રવિન્દ્ર જયસ્વાલ, સંદીપ સિંહ, ગુલાબ દેવી, ગિરીશ ચંદ્ર યાદવ, ધર્મવીર પ્રજાપતિ, અસીમ અરુણ, જેપીએસ રાઠોડ, દયાશંકર સિંહ, નરેન્દ્ર કશ્યપ, દિનેશ પ્રતાપ સિંહ, અરુણ કુમાર સક્સેના, દયાશંકર મિશ્રા દયાલુ.
 
રાજ્ય મંત્રી- મયંકેશ્વર સિંહ, દિનેશ ખટીક, સંજીવ ગૌર, બલદેવ સિંહ ઓલખ, અજીત પાલ, જસવંત સૈની, રામકેશ નિષાદ, મનોહર લાલ મન્નુ કોરી, સંજય ગંગવાર, બ્રિજેશ
સિંહ, કેપી મલિક, સુરેશ રાહી, સોમેન્દ્ર તોમર, અનૂપ પ્રધાન, પ્રતિભા શુક્લા, રાકેશ રાઠોડ, રજની તિવારી, સતીશ શર્મા, દાનિશ આઝાદ અંસારી, વિજય લક્ષ્મી ગૌતમ.
 

04:48 PM, 25th Mar
- યોગી સરકારના કેબિનેટ મંત્રીઓને શપથ લેવડાવવામાં આવી રહ્યા છે.
સુરેશ કુમાર ખન્ના, સૂર્ય પ્રતાપ શાહી, સ્વતંત્ર દેવ સિંહ અને બેબી રાની મૌર્યએ ઉત્તર પ્રદેશના મંત્રી તરીકે શપથ લીધા.


04:48 PM, 25th Mar
 
-  યોગી સરકારના બીજા કાર્યકાળમાં સ્વતંત્ર દેવ સિંહને પણ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
યોગી સરકારના બીજા કાર્યકાળમાં સ્વતંત્ર દેવ સિંહને મંત્રી બનાવવામાં આવ્યા છે. સ્વતંત્ર દેવ સિંહ તેઓ યુપી ભાજપના અધ્યક્ષ છે. આ સાથે સૂર્ય પ્રતાપ શાહીને પણ યોગી સરકારમાં સ્થાન મળ્યું છે. તેમણે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. શાહીની ગણતરી ભાજપના સૌથી ઊંચા નેતાઓમાં થાય છે.

04:33 PM, 25th Mar
-  યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત શપથ લીધા.
યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત શપથ લીધા

 
- રાજ્યપાલ આનંદીબેન પટેલે કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.
 
કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને પદના શપથ લેવડાવ્યા હતા.
 
- કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત શપથ લીધા. યોગી આદિત્યનાથ 37 વર્ષ બાદ સતત બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. યોગી આદિત્યનાથની સાથે કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠકે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરાની ઝુપડપટ્ટીની મુલાકાત લીધી, સ્થાનિકોએ કહ્યું: સાહેબ ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો'