Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP News: સીએમ યોગી આદિત્યનાથને મળી જાનથી મારવાની ધમકી, વ્હાટ્સઅપ પર આવ્યો મેસેજ

UP News: સીએમ યોગી આદિત્યનાથને મળી જાનથી મારવાની ધમકી, વ્હાટ્સઅપ પર આવ્યો મેસેજ
, મંગળવાર, 25 એપ્રિલ 2023 (15:19 IST)
CM Yogi Adityanath Death Threat: યૂપીના સીએમ યોગી (Yogi Adityanath) ને એકવાર ફરીથી જીવથી મારવાની ધમકી મળી છે.  કોઈ અજાણ્યા વ્યક્તિએ 112 નંબર પર મેસેજ કરીને આ ધમકી આપી છે, જેના પછી હોબાળો મચી ગયો છે. સીએમ યોગીને મળેલી ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. સીએમ યોગીને ધમકી મળ્યા બાદ સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ સામે કલમ 506 અને 507 આઈપીસી અને 66 આઈટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

સમાચાર મુજબ 23 એપ્રિલની રાત્રે વોટ્સએપ નંબર 112 પર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજ કોમ્યુનિકેશન ઓફિસર શિખા અવસ્થીએ લીધો હતો, જેમાં સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ તેણે આ મેસેજનો સ્ક્રીન શોટ લીધો અને તરત જ વરિષ્ઠ અધિકારીને આ અંગે જાણ કરી. આ મામલે હવે લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે આ ધમકી આપનાર વ્યક્તિ કોણ છે? પોલીસ આરોપીને શોધી રહી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આધાર કાર્ડમાં આ રીતે બદલો ફોટો