Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 17 February 2025
webdunia

CAA વિરુદ્ધ - ગુરૂગ્રામ બોર્ડ પર ભારે જામ, 14 મેટ્રો સ્ટેશન પર એંટ્રી EXIT બંધ, લાલ કિલ્લા પાસે ધારા 144

CAA વિરુદ્ધ  - ગુરૂગ્રામ બોર્ડ પર ભારે જામ, 14 મેટ્રો સ્ટેશન પર એંટ્રી EXIT બંધ, લાલ કિલ્લા પાસે ધારા 144
, ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (11:41 IST)
નાગરિકતા કાયદા પર લેફ્ટની તરફથી બોલાવવામાં આવેલ દેશવ્યાપી પ્રદર્શનનુ રાજધાની દિલ્હીમાં પણ અસર જોવા મળી રહી છે. લાલ કિલ્લાની આસપાસ ધારા 144 લગાવી દેવામાં આવી છે. જ્યારબાદ ચારથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ રહેશે. 
 
બીજી બાજુ દિલ્હી મેટ્રો તરફથી તેર સ્થાન પર પ્રવેશ અને નિકાસી પર રોક લગાવી દેવામાં આવી છે.  આ 13 મેટ્રો સ્ટેશન રહેશે બંધ - જામિયા મિલિયા ઈસ્લામિયા, જસોલા વિહાર-શાહીન બાગ, મુનિરકા, લાલ કિલ્લા, જામા મસ્જિદ, ચાંદની ચોક, વિશ્વ વિદ્યાલય, પટેલ ચોક, લોક કલ્યાણ માર્ગ, ઉદ્યોગ ભવન, આઈટીઓ પ્રગતિ મેદાન અને ખાન માર્કેટ 
 
ડીએમઆરસીએ ટ્વીટ કર્યુ, લાલ કિલ્લા, જામા મસ્જિદ ચાંદની ચોક અને વિશ્વવિદ્યાલયના પ્રવેશ અને નિકાસ દ્વાર બંધ કરવામાં આવ્યા છે. આ સ્ટેશનો પર ટ્રેન રોકાશે નહી. તેમા બતાવ્યુ છે કે જામિયા મિલ્લિયા ઈસ્લામિયા, જસોલા વિહાર, શાહીન બાગ અને મુનીરકા સ્ટેશનોના દ્વાર પણ બંધ કરવામાં આવ્યા છે. આ સ્ટેશન પર પણ ટ્રેન રોકાશે નહી. 
 
આ સાથે જ હમ ભારત કે લોગ ના બેનર હેઠળ નાગરિકતા કાયદા વિરુદ્ધ લાલ કિલ્લા પરથી શહીદ ભગત સિંહ પાર્ક (આઈટીઓ)સુધી નાગરિકતા કાયદા વિરુદ્ધ માર્ચ કરવાની દિલ્હી પોલીસે મંજુરે આપી નથી. 
 
દિલ્હી પોલીસે કમ્યુનિસ્ટ પાર્ટીને પણ મંડી હાઉસથી જંતર મંતર સુધી નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શન માર્ચની મંજુરી નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દ્વારકાનાં કલેક્ટરે પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપ્યું