Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bharat Ratna: ચૌધરી ચરણ સિંહ અને નરસિમ્હા રાવને ભારત રત્ન નુ એલાન, એમએસ સ્વામીનાથનને પણ આપવામાં આવશે સન્માન

Bharat ratna 2024
, શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (13:45 IST)
Bharat ratna 2024
 
કેન્દ્ર સરકારે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હા રાવને સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન આપવાનુ એલાન કરવામા આવ્યુ છે. વૈગ્યાનિક એમએસ સ્વામીનાથને પણ ભારત રત્નનુ એલાન કરવામાં આવ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ એક્સ પર આનુ એલાન કર્યુ. પ્રધાનમંત્રી મોદીએ એક પછી એક ત્રણ ટ્વિટ કરી ત્રણ હસ્તિઓ વિશે લખતા ત્રણ ટ્વિટ કરીને ત્રણેય હસ્તિઓ વિશે લખતા તેમને આ સન્માન આપવાની જાહેરાત કરી.  
 
આ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકુર અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અનવાણીને પણ આ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. અડવાણી સિવાય ચારેય હસ્તીઓને આ સન્માન મરણોત્તર આપવામાં આવશે.
 
ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા વિશે પ્રધાનમંત્રીનુ ટ્વીટ 
તેમણે કહ્યુ કે અમારી સરકારનુ આ સૌભાગ્ય છે કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચોધરી ચરણ સિંહને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સમ્માન દેશ  માટે તેમના અતુલનીય યોગદાનને સમર્પિત છે.  તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઈમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઈમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દીકરાની હાલત જોઈ રડી પડી મા- 22 વર્ષ પહેલા ગુમ થયેલો દીકરો સાધુ બનીને દરવાજે ભિક્ષા માંગવા આવ્યો