Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat ATS - દેશભરમાં મોટા કેમિકલ હુમલાનો હતો પ્લાન, આતંકવાદીઓએ તૈયાર કરી લીધુ હતુ 'ઝેર', પકડાયા ડોક્ટર

isis Module Risin
અમદાવાદ. , શુક્રવાર, 21 નવેમ્બર 2025 (11:36 IST)
isis Module Risin
 આઈએસઆઈએસ. (ISIS) મુડ્યુલને લઈને ગુજરાત ATS એ મોટો ખુલાસો કર્યો છે. આ મોડ્યૂલ રાઈસિન નામનુ કેમિકલ દેશભરમાં કેમિકલ અટેક કરવાની તાકમાં હતુ. મૉડ્યૂલનો માસ્ટરમાઈંડ અહેમદ સૈયદ મોઈનુદ્દીન 7 નવેમ્બરની સાંજે અમદાવાદની હોટલ ગ્રૈંડેમ્બિયંસમાંથી બહાર નીકળતો જોવા મળ્યો. એવુ બતાવાય રહ્યુ છે કે આતંકી અમદાવાદ હથિયાર લેવા આવ્યા હતા. 
 
આ મૉડ્યૂલના બીજા આતંકી યૂપીના લખીમપુરના રહેનારા મોહમ્મદ સુહૈલ પાસેથી ISIS ના કાળા ઝંડા પકડાયાછે. ચીનમાંથી MBBS કરી ચુકેલા ડોક્ટર અહેમદ  સૈયદ મોઈનુદ્દીનની આતંકી પ્રોફાઈલ પણ જપ્ત કરી છે. આ ડોક્ટર હૈદરાબાદનો રહેનારો છે. હૈંડલર વચ્ચે થયેલ વાતચીતને ડિઝિટલ રીતે ગુપ્ત રાખવાની છે તેનો પણ દસ્તાવેજ જપ્ત થયો છે. 
 
બાયોલોજિકલ વેપન બનાવવાની કરી હતી તૈયારી ?
ગુજરાત એટીએસે થોડા દિવસ પહેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ મામલે હૈદરાબાદથી એક ડોક્ટરની પણ ધરપકડ કરી હતી. એટીએસ જ્યારે હૈદરાબાદમાં ડોક્ટર અહમદ સૈયદના ઘરે પહોચી તો ત્યાથી મોટી માત્રામાં આતંકવાદ્દ સાથે જોડાયેલ કેટલીક આપત્તિજનક સામગ્રી મળી હતી.  ડો. અહમદના ભાઈ ઉમરે જણાવ્યુ કે 10 લોકો બુધવારે સવારે આવ્યા અને પોતાની સાથે 3 કિલો અરંડીનો પ્લમ, 5 લીટર એસીટોન, કોલ્ડ પ્રેસ ઓયલ એક્સટ્રૈક્શન મશીન અને એસીટોનની ડિલીવરીવાળી રસીદ લઈ ગયા.  ઉમરનુ કહેવુ છે કે તેનાભાઈ અહમદે ચીનમાંથી મેડિકલ નો અભ્યાસ કર્યો છે. તેને કોઈએ એક પ્રોજેક્ટ આપ્યો હતો.  ઉલ્લેખનીય છે કે અરંડીના પ્લમમાંથી ખૂબ ઝેરીઓ રિસિન બનાવાય છે. ઉમરનુ કહેવુ છે કે તેને નથી લાગતુ કે તેના ભાઈ અહમદને રિસિનના ખતરનાક ઝેર વિશે ખબર હોય.   
 
ઉલ્લેખનીય છે કે રિસિન ખૂબ જ ઝેરીલુ પ્રાકુતિક પ્રોટીન છે. અરંડીના ગૂદામાંથી તેલ કાઢ્યા પછી રિસિન નીકળે છે આ ખૂબ જ પાવરફુલ ઝેર છે. જેનો ઉપયોગ બાયોલોજીકલ વેપન બનાવવામાં કરી શકા છે. રિસિન જો શ્વાસ સાથે શરીરમાં જતુ રહે કે પછી તેનુ ઈંજેક્શન લગાવી દેવામાં આવે કે તેને ગળી લેવામાં આવે તો તેનાથી જીવ પણ જઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Miss Universe 2025: ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલી મેક્સિકોની ફાતિમા બોશ ફર્નાન્ડીઝે મિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો.