Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Welcome Buddy... ચંદ્રયાન-2 ના ઓર્બિટરે કર્યુ Chandrayaan-3 ના લૈંડરનુ સ્વાગત, ચંદ્ર સાથે જોડવામાં આવ્યો સંપર્ક

Chandrayaan-3
, સોમવાર, 21 ઑગસ્ટ 2023 (17:55 IST)
Chandrayaan-3
ચંદ્રમા ઘરતીથી 3.84 લાખ કિલોમીટર દૂર છે. આટલા દૂરથી સંપર્ક સાધવો સહેલુ કામ નથી. એ પણ બંને બાજુથી. એટલે કે ટૂ વે કમ્યુનિકેશન.  Chandrayaan-3 ચંદ્ની સપાટીથી માત્ર 24 કિલોમીટર ઊંચાઈપર છે. બે દિવસ પછી તેને ચંદ્રની સપાટી પર ઉતરવાનુ પણ છે. આવામાં તેનો લૈડર-રોવર સાથે સંપર્ક કાયમ રાખવો એક મોટો પડકાર છે. 
 
ઈસરોએ આજે ચંદ્રયાન-3ના લેન્ડિંગ અંગે નવીનતમ અપડેટ પણ બહાર પાડી છે. તેમણે જણાવ્યું કે લેન્ડિંગનો સમય 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ સમયે, વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડીંગ માટે પ્રયાસ કરવામાં આવશે. ઈસરોએ એ પણ માહિતી આપી હતી કે, લેન્ડિંગ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ સ્થાનિક સમય મુજબ સાંજે 5.20 વાગ્યે શરૂ થશે.
 
અવકાશયાન કોઈ પણ સંજોગે સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરશે, ઈસરોનો દાવો 
 
ઈસરોના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે આ વખતે અવકાશયાન કોઈ પણ સંજોગે સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરશે. સૌપ્રથમ ઈસરોના ચીફ એસ. સોમનાથ અને પછી ચંદ્રયાન-2 અને 3ના પ્રક્ષેપણ સમયે ઈસરોના સહયોગી એરોસ્પેસ સાયન્ટિસ્ટ પ્રોફેસર રાધાકાંત પાધીએ પણ દાવો કરતા કહ્યું હતું કે, ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ ઈસરોએ ઘણા સુધારા કર્યા અને આ રીતે ચન્દ્રયાન-3 બનાવ્યું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'Hello Buddy', ચંદ્રયાન-2એ ચંદ્ર પર ચંદ્રયાન-3નું આ રીતે સ્વાગત કર્યું