Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રામાયણમાં નિષાદ રાજની ભૂમિકા કરનાર ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન

, ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (09:09 IST)
ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું (ટૂંકી બીમારી બાદ 78 વર્ષની વયે મુંબઈમાં નિધન થયુ છે. રામાયણમાં સિરિયલમાં નિષાદ રાજની ( ભૂમિકાથી તેઓ જાણીતા બન્યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો છે. તેમના અંતિમસંસ્કાર આજે મુંબઈ ખાતે રાખવામાં આવ્યા છે. 
 
રામાયણ સીરિયલમાં નિષાદરાજના પાત્રથી તેમણે લોકપ્રિયતા મળી હતી. ચંદ્રકાન્ત પંડ્યા મૂળ બનાસકાંઠાના ભીલડીના વતની હતી. ચંદ્રકાન્ત પંડ્યાનું મુંબઈમાં તેમના નિવાસસ્થાને નિધન થતાં પરિવાર સહિત વતનમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 
 
તેમનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાનું ભીલડી ગામ હતું. પરંતુ અંદાજે 50 વર્ષથી પોતાના કુટુંબ સાથે મુંબઇ ખાતે રહેતા હતા. આવતીકાલે મુંબઈ ખાતે ચંદનવાડી મરીન લાઈન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોમવર્ક નહી કર્યુ તો ટીચરએ મારી-મારીને લઈ લીધુ 13 વર્ષના વિદ્યાર્થીનો જીવ