Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CBSE Board Result 2024- CBSE ધો.10-12 પરિણામ પર મોટી અપડેટ, પરિણામ માટે આ લિંક પર કિલ્ક કરો

cbse result
, શુક્રવાર, 3 મે 2024 (11:46 IST)
CBSE Board Result 2024- CBSE બોર્ડના 10મા, 12માનું પરિણામ 20 મી મેના રોજ આવી રહ્યું છે, આ સમાચાર આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. જોકે, બોર્ડે હજુ સુધી CBSE પરિણામની આ તારીખની પુષ્ટિ કરી નથી.

સત્તાવાર વેબસાઈટ મુજબ, ધોરણ 10મા અને 12મા ધોરણના પરિણામો 20 મે પછી જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ CBSE ધોરણ 10મા, 12માના પરિણામ 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેઓને તેમના પરિણામો તપાસવા માટે તેમના દસ્તાવેજો તૈયાર રાખવાની સલાહ આપવામાં આવે છે. એકવાર પરિણામ જાહેર થઈ ગયા પછી, વિદ્યાર્થીઓ CBSE ની સત્તાવાર વેબસાઇટ, cbseresults.nic.in, results.nic.in, cbse.nic.in પરથી તેમના સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે

મૂલ્યાંકનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે બોર્ડ પરિણામના અંતિમ તબક્કામાં છે. આ શક્યતા એટલા માટે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ગયા વર્ષે બોર્ડે CBSE બોર્ડના ધોરણ 10મા અને CBSE બોર્ડના ધોરણ 12માની પરીક્ષાનું પરિણામ 12મી મેના રોજ જ જાહેર કર્યું હતું. બોર્ડે CBSE 12માનું પરિણામ સવારના સમયે અને CBSE 10માનું પરિણામ બપોરે 1 વાગ્યાની આસપાસ જાહેર કર્યું હતું. આવી સ્થિતિમાં બોર્ડ 12મી મેના રોજ CBSE 10મા અને 12માના પરિણામ જાહેર કરે તેવી પ્રબળ સંભાવના છે. 
 
જેમ જેમ CBSE બોર્ડના પરિણામના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ CBSE પરિણામની તારીખ વિશેના નકલી સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. માત્ર એક દિવસ પહેલા, CBAE 10માનું પરિણામ જાહેર કરવાની ખોટી તારીખ અને સમય સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે CBSE બોર્ડના ધોરણ 10માનું પરિણામ 1 મેના રોજ જાહેર કરવામાં આવશે, જે સંપૂર્ણપણે ખોટું છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Congress: આ વખતે રાયબરેલીથી ચૂંટણી લડશે રાહુલ, યાદીમાં પ્રિયંકાનુ નામ નહી, અમેઠીથી કેએલ શર્મા ઉમેદવાર