કનાડામાં હિન્દુ મંદિર પર થયે હુમલાને લઈને આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે ચિંતા જાહેર કરી છે. તેમણે છુટીછવાઈ ઘટનાથી અનેક ગણો વધુ કરાર આપતા કહ્યુ કે આ ઘટનાથી તેમને ઉંડુ દુખ થયુ છે અને તેમને આશા છે કે કનાડા સરકાર ત્યા હિન્દુ સમુહની સુરક્ષા ચોક્કસ કરવા માટે જરૂરી પગલા ઉઠાવશે.
હિન્દુઓની સાથે એકજૂટતા ઓછી જોવા મળે છે
પવન કલ્યાણે સોમવારે રાત સોશિયલ મીડિયા પર કરવામાં પોસ્ટમાં કરવામાં કહ્યુ કે હિન્દુ વૈશ્વિક અલ્પસંખ્યક છે. આવામા તેના પર ખૂબ ઓછુ ધ્યાન આપવામાં આવે છે. આ સાથે ઓછી એકજૂટતા જોવા મળે છે અને તેમને સહેલાઈથી નિશાન બનાવી શકાય છે. તેમણે કહ્યુ કે હિન્દુઓ વિરુદ્ધ નફરતનુ દરેક કૃત્ય, દુર્વ્યવ્હારનો દરેક મામલો એ બધા માટે એક ઝટકો છે જે માનવતા અને શાંતિનુ મહત્વ આપે છે. તેમણે કહ્યુ કે મને આ જોઈને ખૂબ દુખ થાય છે કે પાકિસ્તાન, અફગાનિસ્તાન અને તાજેતરમાં જ બાંગ્લાદેશ જેવા દેશોમાં અમારા હિન્દુ ભાઈ-બહેન ઉત્પીડન, હિંસા અને અકલ્પનીય પીડાનો સામનો કરી રહ્યા છે.
પીડા અને ચિંતા બંને - ડિપ્ટી સીએમ
પવન કલ્યાણે કહ્યુ કે આજે કનાડામાં એક હિન્દુ મંદિર અને હિન્દુઓ પર થયેલ હુમલો દિલ પર પ્રહાર છે. તેનાથી પીડા અને ચિંતા બંને પેદા થાય છે. તેમણે કહ્યુ કે આ એક નાનકડી ઘટના નથી અને વિવિધ દેશોમાં હિન્દુઓ વિરુદ્દ હિંસા અને લક્ષિત ઘૃણાની ઘટનાઓ ચાલી રહી છે. છતા વૈશ્વિક નેતાઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને તથાકથિત શાંતિપ્રિય બિન સરકારી સંગઠનોની ખામોશી ડરાવનારી છે. તેમણે કહ્યુ કે આ ફક્ત કરુણાની અપીલ નથી, પણ કાર્યવાહીનુ આહ્વાન છે. જેને દુનિયાએ સ્વીકાર કરવો જોઈએ અને હિન્દુઓની પીડાને એ જ તત્પરતા અને પ્રતિબદ્ધતાની સાથે દૂર કરવા જોઈએ જે રીતે તે બીજા માટે કરે છે.
શું છે મામલો?
તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની સમર્થકોએ રવિવારે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ મંદિરમાં શ્રદ્ધાળુઓના સમૂહને નિશાન બનાવ્યું હતું. આ ઘટના બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે મંદિરમાં હિંસાની ઘટનાઓ અસ્વીકાર્ય છે. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.