rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બસ ખીણમાં ખાબકી, 5 મોત 40 ઘાયલ

Bus plunged into a ravine
, રવિવાર, 27 માર્ચ 2022 (11:26 IST)
આંધ્ર પ્રદેશમાં તિરુપતિ જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, પાંચના મોત અને 40 ઘાયલ. આ મામલો અનંતપુર જિલ્લાના ધર્માવરમનો છે, જ્યાં લગ્ન પહેલાની સગાઈ માટે શનિવારે લગભગ 50 લોકો બસ દ્વારા તિરુપતિ જઈ રહ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં લગભગ 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ઘણા બાળકો પણ છે. 
 
અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. એક ખાનગી બસ શનિવારે અનંતપુર જિલ્લાના ધર્માવરમથી તિરુપતિ જવા રવાના થઈ હતી. એક વળાંક પાર કરતી વખતે બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ નીચે ખાડામાં પડી હતી અને ખાડામાં પડતાં અનેક વૃક્ષો સાથે અથડાઈ હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

University Admissions- હવે યુનિવર્સિટીમાં એડમિશન માટે 12માના આધારે જ હશે પ્રશ્નો, જાણો શું છે આ નવા નિયમો