Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમ્મુની બોર્ડર પર ફરજ બજાવનાર BSF જવાનનો આરોપ, ખરાબ ભોજન પીરસાય છે.. વીડિયો જોઈને તમે પણ રડી પડશો

જમ્મુની બોર્ડર પર ફરજ બજાવનાર BSF જવાનનો આરોપ, ખરાબ ભોજન પીરસાય છે.. વીડિયો જોઈને તમે પણ રડી પડશો
, મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (12:03 IST)
જમ્મુમાં ઈંટરનેશનલ બોર્ડર પાસે ફરજ નિભાવતા બીએસએફના એક જવાને ઓફિસરો પર સંગીન આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે બીએસએફ જવાનોને ખરાબ ભોજન આપવામાં આવી રહ્યુ છે. તેણે એ પણ આરોપ લગાવ્યો છે કે ઓફિસર કરિયાણું બજારમાં વેચી દે છે. આ જવાને 3 વીડિયો બનાવ્યા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. 
 
આ જવાને પીએમ મોદીને અપીલ કરી છે કે તે સમગ્ર મામલાની તપાસ કરે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને અત્યાર સુધી લગભગ 5 લાખ લોકો જોઈ ચુક્યા છે. તેની હકીકતનો દાવો અમે નથી કરતા પણ સરકારે આ મામલાને ગંભીરતા લીધુ છે અને તેને તપાસનો વિશ્વાસ અપાવ્યો છે.  વાયરલ વીડિયો પર ગૃહ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યુ છે. તેમણે ગૃહ સચિવને તપાસનો આદેશ આપ્યો છે. બીએસએફ ને રિપોર્ટ મોકલી આપવામાં આવી છે. જવાનના વીડિયો પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યુ કે મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યુ છે પણ સીમા પર પોતાની નિયમિત યાત્રા દરમિયાન મે જવાનોની વચ્ચે બધુ જ યોગ્ય અનુભવ્યુ હતુ. 
 
બીએસએફ જવાને પોતાના અધિકારીઓ પર આરોપ લગાવતા કહ્યુ કે અનેકવાર ભૂખો રાખવામાં આવે છે. વીડિયોમાં જવાન બતાવી રહ્યો છે કે તે કઈ પરિસ્થિતિમાં કામ કરે છે. જવાન ભૂખે પેટ રહે છે. દાળમાં ફક્ત હળદર અને મીઠુ હોય છે. જવાન કહી રહ્યો છે કે ભારત સરકાર બધુ આપે છે ત્યાથી બધુ આવે છે પણ અધિકારી કશુ આપતા નથી. જવાનોને નાસ્તામાં ફક્ત ચા અને બળેલા પરાઠા મળે છે. 
 
 વીડિયો બનાવનાર જવાન તેજ બહાદુરે કહ્યુ કે મારી ડ્યુટી બદલવામાં આવી છે. મને પ્લંબરમાં ડ્યુટી આપી છે. મારા ઉપર વીડિયો હટાવવાનો દબાવ હતો. મે પહેલા પણ સીનિયર્સને ફરિયાદ કરી હતી. આ વિશે મને કોઈ માહિતી આપવામાં આવી નથી. મારા સાથી જવાન વીડિયો અપલોડ કરવાથી ખૂબ ખુશ છે. મને મારી નોકરી જવાનો ભય નથી. મે જે બતાવ્યુ તે સચ્ચાઈ છે.  સીનિયર્સ પર આરોપ લગાવનારા તેજ બહાદુરનો ઈતિહાસ ખૂબ જ દાગદાર છે. એકવાર તેમનો કોર્ટ માર્શલ પણ થઈ ચુક્યો છે. પણ ઓફિસરોની દરિયાદિલીથી તેની નોકરી બચી ગઈ. એવુ કહેવાય રહ્યુ છે કે તેને નોકરી છોડવાની અરજી પણ આપી રાખી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યોગનો નિયમ તોડીને સવાર સવારે માતાને મળવા દોડી ગયા PM મોદી