Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન રામ ને માંસાહારી બતાવીને ફસાયા ધારાસભ્ય જીતેન્દ્ર, BJP ધારાસભ્યએ નોંધાવી FIR

jitendra awhad
નવી દિલ્હી , ગુરુવાર, 4 જાન્યુઆરી 2024 (12:26 IST)
હાઈલાઈટ્સ 
- બીજેપી ધારાસભ્ય રામ કદએમ આ નિવેદન પર ટિપ્પણી કરતા કહ્યુ, જીતેન્દ્ર આવ્હાડનુ આ ખૂબ વિચિત્ર નિવેદન છે. 
- અજીત પવાર ગુટવાળી એનસીપીએ જીતેન્દ્રના આ નિવેદનને લઈને મુંબઈમાં વિરોધ પ્રદર્શન પણ કર્યુ. 
 
એનસીપી શરદ પવાર જૂથના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતેન્દ્ર આવ્હાડની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. પ્રભુ શ્રીરામને લઈને અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતી જનતા પાર્ટીએ ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ મુંબઈના ઘાટકોપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બીજેપી ધારાસભ્યએ પોલીસ સ્ટેશન પહોંચીને એનસીપી ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.  
 
ઉલ્લેખનીય છે જીતેન્દ્ર આવ્હાડે કહ્યુ હતુ, 'રામ અમારા છે, બહુજનના છે રામ શિકાર કરીને ખાતા હતા. તમે શુ ઈચ્છો છો કે અમે શાકાહારી બની જઈએ પણ અમે રામને અમારા આદર્શ માનીએ છીએ અને મટન ખાઈએ છીએ. આ રામનો આદર્શ છે. 14 વર્ષ સુધી જંગલમાં રહેનારો વ્યક્તિ શાકાહારી ભોજનની શોધમાં ક્યા જશે ? આ સાચુ છે કે ખોટુ ?  હુ હંમેશા સાચુ કહુ છુ. 
 
બીજી બાજુ જીતેન્દ્ર આવ્હાડના આ  નિવેદન પર હવે જોરદાર બબાલ થઈ રહી છે. તેમના આ નિવેદનને લઈને દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. બીજેપી અને હિન્દુ સંગઠનોએ આનો વિરોધ કર્યો. આ ઉપરાંત અજિત પવાર જૂથવાળી એનસીપીએ જીતેન્દ્રના આ નિવેદનને લઈને મુંબઈમાં વિરોધ પ્રદર્શન પણ કર્યુ.   જ્યારે હંગામો શરૂ થઈ તો તેમના નિવેદન પર સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યુ. છતા તેમણે કહ્યુ,  'તેઓ તેમના નિવેદન પર કાયમ છે. રામ માંસાહારી હતા. રામ ક્ષત્રીય હતા અને ક્ષત્રીય માંસાહારી હોય છે. 
 
બીજેપી ધારાસભ્ય રામ કદમે આ નિવેદન પર ટિપ્પણી કરતા કહ્યુ, જીતેન્દ્ર આવ્હાડનુ આ ખૂબ જ વિચિત્ર નિવેદન છે. શુ તે જોવા ગયા હતા કે શ્રીરામ જંગલમાં શુ ખાતા હતા. આ લોકોના પેટમાં દુખી રહ્યુ છે કે કેટલા ભવ્ય રીતે 22 તારીખે રામ મંદિરનુ ભવ્ય ઉદ્ધઘાટન થઈ રહ્યુ છે.  આટલા મોટા નિવેદન પછી રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે ચુપ કેમ છે ?  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિચિત્ર પરિપત્ર, પરીક્ષા ખંડમાં હથિયાર સાથે રાખવું નહીં