Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંચાયત ચૂંટણીમાં પણ બીજેપીને કરારો ઝટકો, કાશી, મથુરા અને અયોધ્યામાં ભાજપાની હાર

પંચાયત ચૂંટણીમાં પણ બીજેપીને કરારો ઝટકો, કાશી, મથુરા અને અયોધ્યામાં ભાજપાની હાર
નવી દિલ્હી . , મંગળવાર, 4 મે 2021 (13:41 IST)
કાશી, મથુરા અને અયોધ્યામાં ગયા મહિને ચાર તબક્કામાં  યોજાયેલી પંચાયતની ચૂંટણીઓની મતગણતરી હજી પણ ચાલુ છે અને પરિણામો ચોંકાવનારાં છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર ભાજપને અહીં કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંની બેઠકો સમાજવાદી પાર્ટી અને બસપાએ જીતી છે. અહીંની બેઠકો સમાજવાદી પાર્ટી અને બસપાએ જીતી લીધી છે, જ્યારે કે યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન આ જિલ્લાઓ પર ખૂબ મહેરબાની દર્શાવી છે. ભાજપ સરકારના એજંડામાં સામેલ રહેલ ત્રણેય જીલ્લામાં ભાજપાને હાર આવનારા યુપી ચૂંટણીનુ ભવિષ્ય લખી રહ્યા છે. યુપી પંચાયતની ચૂંટણીને 2022 ની વિધાનસભા ચૂંટણીનું સેમી ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.
 
અયોધ્યા: જિલ્લા પંચાયતની 40 બેઠકો છે, તેમાંથી 24 પર સપાએ વિજય મેળવ્યો છે. ભાજપના ખાતામાં માત્ર 6 બેઠકો આવી છે. એટલું જ નહીં અપક્ષ ઉમેદવારોએ 12 બેઠકો જીતી છે. આ એવા બળવાખોરો છે કે જેને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી નહોતી. 
 
કાશીની સ્થિતિ: વડા પ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર કાશીમાં ચૂંટણી પરિણામો ભાજપ માટે ચોંકાવનારા છે. મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીની જિલ્લા પંચાયતની 40 બેઠકોમાંથી સપાએ 14, ભાજપને 8, અપના દળ (એસ) ત્રણ, આપ અને ભારતીય સમાજ પાર્ટીએ એક-એક બેઠક જીતી લીધી છે. જ્યારે કે  ત્રણ પર અપક્ષ જીત્યા હતા.
 
મથુરાની સ્થિતિ: મથુરામાં સીએમ યોગી સતત વિકાસ માટે કામ કરી રહ્યા છે, પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બસપાએ અહીં 12 બેઠકો જીતી લીધી છે. આરએલડીએ 9 બેઠકો જીતી લીધી છે. અહીં ભાજપને માત્ર 8 બેઠકો મળી છે. આ સિવાય સપાને એક બેઠક મળી છે, ત્રણ બેઠકો અપક્ષને મળી છે
 
લખનૌમાં પણ ખરાબ સ્થિતિ: અહીંની જિલ્લા પંચાયતની તમામ 25 બેઠકોના પરિણામો મંગળવારે સવારે જાહેર કરાયા હતા. ભાજપે 3, સપા 10, બસપા 4 અને અન્ય 8 બેઠકો જીતી લીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાના વધતા સંકટ વચ્ચે આઈપીએલ 2021 સસ્પેંડ - રાજીવ શુક્લા