ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓના નામની જાહેરાત કરી છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં 29 રાજ્યોના ચૂંટણી અધિકારીઓના નામ નક્કી કરવામાં આવ્યા છે. આ યાદીમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને પૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ છે.
પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદી અનુસાર બિહારમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તર પ્રદેશની જવાબદારી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને સોંપવામાં આવી છે. વિનોદ તાવડેને છત્તીસગઢના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર યાદવને આ જવાબદારી સોંપવામાં આવી છે. મધ્યપ્રદેશની જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાન સંભાળશે.