Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના! TDP ચીફ ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં ભાગદોડમાં 7ના મોત, મૃતકના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય જાહેર

Kandukur of Nellore
નેલ્લોર: , બુધવાર, 28 ડિસેમ્બર 2022 (23:32 IST)
આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગમાં સાત લોકોના મોત થયા હતા. પૂર્વ મુખ્યમંત્રીના રોડ શોમાં ભારે ભીડ એકઠી થઈ હતી અને આ ઘટનામાં 6 લોકો ઘાયલ પણ થયા હતા. ચંદ્રબાબુના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જેઓ ફરી એકવાર આંધ્રપ્રદેશના રાજકારણમાં પાછા ફરવા આતુર છે. રોડ શો દરમિયાન યોજાયેલી જાહેર સભામાં મોટી ભીડને કારણે નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

 
મૃતકના પરિજનોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય
 
આંધ્રના પૂર્વ સીએમ ચંદ્રબાબુએ આ દર્દનાક ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના નજીકના પરિવારને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આપને જણાવી દઈએ કે આ ઘટના કંદુકુરમાં ઈડેમી ખરમા કાર્યક્રમ અંતર્ગત એનટીઆર સર્કલમાં ચાલી રહેલા કાર્યક્રમ દરમિયાન બની હતી. અહેવાલો અનુસાર, એકનું મોત કંદુકુરમાં ગૂંગળામણને કારણે થયું હતું જ્યારે બીજાનું મોત બાજુની નહેરમાં પડી જવાથી થયું હતું. આ ઉપરાંત જાહેર સભામાં સામેલ વધુ 5 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો.
 
ચંદ્રાબાબુ નાયડુ ઘાયલોને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા
કેટલાક ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ચંદ્રાબાબુ નાયડુએ હોસ્પિટલની મુલાકાત લઈને ઈજાગ્રસ્તોની હાલત પૂછી હતી. આ અકસ્માતમાં કુલ 6 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે, જોકે તેમની હાલત સ્થિર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ અપાયું,G-20ની થીમ પર પતંગ મહોત્સવ યોજાશે