Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bhopal Gas Tragedy- ભોપાલ ગેસ કાંડ હજારોનો ભોગ લેનારી ગોઝારી ભોપાલ દુર્ઘનાની 37 મી વરસી

bhopal disaster
, મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (12:40 IST)
ભોપાલ ગેસ કાંડ - 37  વર્ષ પહેલા 2 અને 3 ડિસેમ્બર દરમિયાન રાત્રે બહુરાષ્ટ્રીય કંપની યૂનિયન કાર્બોઈડની ફેક્ટરીમાંથી લગભગ 40 ટન ગેસનો સ્ત્રાવ થયો હતો. ગેસ હવાની સાથે ફેલાતા ભોપાલના એક મોટા ભગમાં 15000 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 5 લાખ 74 હજાર લોકો પર આની અસર થઈ હતી. ઘટના પછી 7 ડિસેમ્બર 84ના રોજ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.
webdunia
 ભોપાલ ગેસ કાંડ
ભોપાલ ગૅસ દુર્ઘટનાને 37 વર્ષ થઈ ગયાં છે. 2-3 ડિસેમ્બર, 1984ની રાતે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજથી 37 વર્ષ પહેલાં મધ્યપ્રદેશના ભોપાલમાં એક એવી રાત આવી હતી જેણે એક જ ઝટકામાં હજારો લોકોના જીવ લીધા હતા. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ આ ભયાનક રાતની સાક્ષી બની હતી. 1984માં 2 અને 3 ડિસેમ્બરની રાતે ઝેરીલા ગેસ લિકેજે અનેક સૂતેલા લોકોના જીલ લીધા.
 
ભોપાલ ગેસ કાંડ
37 વર્ષ પહેલાં ભોપાલના કાઝી કેમ્પ અને જેપી નગર અને તેની આસપાસના વિસ્તારોમાં લોકો રાતે સૂતા હતા ત્યારે આરિફ નગરની અમેરિકી કંપની યૂનિયન કાર્બાઈડમાં ગેસના ટેંકમાંથી એક ટેંક જેનો નંબર 610 છે તેનો ખતરનાક ગેસ લિક થયો અને તેણે હજારો લોકોના જીવ લીધા. આ ગેસની અસર અનેક વર્ષો સુધી પણ લોકો ભોગવી રહ્યા 
 
ભોપાલ ગેસ કાંડ
સત્તાવાર રીતે મોતનો આંકડો ૨૫૫૯ મૂકવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશ સરકારે 3787 લોકોના મોતને મોડેથી સમર્થન આપ્યું હતું. બે સપ્તાહના ગાળામાં જ અન્ય 8૦૦૦ લોકોના મોત થયા હતા. જ્યારે બીજા 8૦૦૦ લોકોના મોત ગેસ સંબંધિત રોગના લીધે ત્યારબાદ થયા હતા. વર્ષ ૨૦૦૬માં સરકારે એફીડેવીટ રજૂ કરી હતી જેમાં જણાવ્યું હતું કે ગેસ લીક થવાના કારણે 558125  લોકોને અસર થઈ હતી જેમાં 3900 જેટલા લોકો ગંભીર રીતે અથવા તો કાયમી રીતે વિકલાંગ બની ગયા હતા. યુનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડ,
 
 ભોપાલ ગેસ કાંડ
ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કેમિકલ પ્લાન્ટમાંથી નીકળેલા ઝેરીલા ગૅસથી 24 કલાકમાં ત્રણ હજાર લોકોના જીવ ગયા અને બાદમાં હજારો લોકો અલગઅલગ રીતે શારીરિક ખોડખાંપણનો શિકાર થતા રહ્યા.
 
ભોપાલ ગેસ કાંડ
કેટલાય લોકોને ફેફસાં સંબંધિત બીમારી થઈ, તો કેટલાક જિંદગીભર વિકલાંગ થઈ ગયા. જે બાળકો ગર્ભમાં હતાં તેઓ પણ આ કેરથી બચી ન શક્યાં.
 
 ભોપાલ ગેસ કાંડ
ફોટોગ્રાફર જુડા પાસોએ એવા લોકોની જિંદગીને તસવીરોમાં કંડારવાની કોશિશ કરી છે જેઓ આ ભયાવહ જખમો સાથે જીવવા મજબૂર છે.
webdunia
 ભોપાલ ગેસ કાંડ
શાકિર અલી ખાન હૉસ્પિટલમાં શ્વાસ સંબંધી બીમારીનો એક્સ-રે કરાવતાં દર્દી. તેઓ દુર્ઘટના દરમિયાન ઝેરીલા ગૅસના સંપર્કમાં આવ્યા હતા.
 
દુર્ઘટનાપીડિતોને ન્યાય અપાવવા માટે અભિયાન ચલાવનારાઓનું કહેવું છે કે ઝેરીલા ગૅસથી 20 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતા. ઘણા લોકો હજુ પણ તેનાં પરિણામ ભોગવી રહ્યા છે.
 
બ્લુ મૂન કૉલોનીમાં રહેતાં એક મહિલા. 1984માં પાંચ લાખ, પચાસ હજાર લોકો પ્રભાવિત થયા હતા, જે ભોપાલની બે તૃતીયાંશ વસ્તી બરાબર છે.
 
અહીં લોકોને પાઇપથી પાણી પહોંચાડવામાં આવે છે. વૈજ્ઞાનિકો અને અભિયાનકારોનું કહેવું છે કે માટી અને જમીનના પાણીમાં કેમિકલ સતત લિક થયું છે.
 
પીડિતોનું કહેવું છે કે બાળકો પણ ખોડખાંપણવાળાં પેદાં થાય છે.
 
પ્રાચી ચુગને સેરેબ્રલ પાલ્સી છે અને તેનો માનસિક વિકાસ થઈ શક્યો નથી. તેમનાં માતા ઝેરી ગૅસના સંપર્કમાં આવ્યાં હતાં, આથી ગર્ભમાં પ્રાચી પર ગૅસની અસર થઈ હતી.
webdunia
ભોપાલની સંભાવના ટ્રસ્ટ ક્લિનિકમાં એક પીડિતની સ્ટીમ થૅરપીથી સારવાર થઈ રહી છે. આ ક્લિનિકમાં પારંપરિક આયુર્વેદિક દવાથી પીડિતોનો ઇલાજ થાય છે.
 
ચિનગારી ટ્રસ્ટ ફિઝિકલ-થૅરપી ક્લિનિકમાં જે બાળકોની સારવાર થઈ એમના પંજાનાં નિશાન

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોરારી બાપુએ રામકથામાંથી 60 કરોડ ભેગા કર્યા, આટલી મોટી રકમનું શું કરશે..