rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભીલવાડા - ડુંગળીના લારીને ટક્કર વાગતા યુવકની મારી મારીને હત્યા, હિન્દુ પરિષદે કહ્યુ - આરોપીઓને સજા નહી મળે તો તાજિયા નહી નીકળવા દઈએ

bheelwada
, શનિવાર, 5 જુલાઈ 2025 (12:28 IST)
bheelwada

રાજસ્થાનના ભીલવાડામાં ડુંગળીના લારીને મામુલી ટક્કર વાગતાકાર સવાર યુવકને માર મારીને હત્યા કરવામાં આવી. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં તનાવ છે. આ મામલો સાંપ્રદાયિક રૂપ લઈ ચુક્યો છે અને જહાજપુર કસ્બો શનિવારે બંધ છે. સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બળ ગોઠવવામાં આવ્યુ છે. હિન્દુ સંગઠનોએ આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલન કરવાની ચેતાવણી આપી છે.  બીજી બાજુ વિશ્વ હિન્દુ પરિષદનુ કહેવુ છે કે તેઓ મોહર્રમના તાજિયા નહી નીકળવા દે. પીડિતોએ કહ્યુ કે ઘટનાસ્થળ પાસે મસ્જિદ છે જેના પરથી પત્થર પણ ફેંકવામાં આવ્યા. 

 
ઘટના શુક્રવારે સાંજે થઈ. જ્યા જહાજપુરમાં એક કાર ડુંગળીની લારી સાથે અથડાઈ ગઈ. કારની ટક્કર વાગતા લારીમાં મુકેલ ડુંગળી રસ્ત પર ફેલાય ગઈ. પણ લારી લગાવનાર વ્યક્તિ ઘવાયો નથી. ત્યારબાદ વિવાદ શરૂ થયો. આ દરમિયાન એક યુવકને મારી મારીને તેની હત્યા કરવામાં આવી. જેને કારણે હિન્દુ સંગઠનોમાં આક્રોશ ફેલાય  ગયો અને જહાજપુર પોલીસ મથકની બહાર એકત્ર થઈને લોકોએ પ્રદર્શન શરૂ કરી દીધુ.  બીજી બાજુ પોલીસ અધીક્ષક ઘર્મેન્દ્ર સિંહ યાદવ સહિત ધારાસભ્ય ગોપીચંદ મીણા પણ ઘટના સ્થળ પર પહોચ્યા.  
 
જહાજપુર પોલીસ અધીક્ષકે શુ કહ્યુ ?
જહાજપુરના પોલીસ ઉપાધીક્ષક નરેન્દ્ર પારિકે જણાવ્યુ કે ટૉક શહેરના ચાર યુવક કાર લઈને જહાજપુર આવ્યા હતા. જેમનુ અચાનક સંતુલન બગડવાથી તેમની કાર ડુંગળી-બટાકાના એક લારી સાથે અથડાઈ ગઈ.  ત્યારબાદ વિવાદ એટલો વધી ગયો છે કે કારમાં સવાર ટૉક જીલ્લાના છાવણીના યુવક સીતારામનુ મોત થઈ ગયુ.  
 
ભીલવાડા એસપીનું નિવેદન
ભીલવાડા એસપી ધર્મેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે જહાજપુર શહેરમાં એક ઘટના બની હતી, જેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પોલીસ આ સંદર્ભમાં તપાસ કરી રહી છે. ઘણા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આમાં જે પણ આગળની કાર્યવાહી કરવાની જરૂર પડશે તે કરવામાં આવશે.
 
પીતાંબર રાય મહારાજની જલઝુલની બંધ કરી દેવામાં આવી
આ ઘટનાના વિરોધમાં જહાજપુર કિલ્લાના મંદિરમાં ભગવાન પિતામ્બર રાય મહારાજની જલઝુલનીનો કાર્યક્રમ છેલ્લા દસ મહિનાથી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે જહાજપુરમાં થયેલી હત્યાનો વિરોધ કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી વિજય ઓઝાએ જણાવ્યું હતું કે એક હિન્દુ યુવાનની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ છે. જેને ધ્યાનમાં રાખીને સંગઠન કહે છે કે સમગ્ર ભીલવાડા જિલ્લામાં ક્યાંયથી મોહરમના તાજિયા બહાર આવવા દેવામાં આવશે નહીં. VHPની જાહેરાત બાદ પોલીસ વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, જાણો ક્યા કયા જિલ્લામાં પડશે વરસાદ