Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kolkata Fire: કોલકાતાની હોટલમાં ભીષણ આગ, 14 લોકોના મોત,એક વ્યક્તિએ જીવ બચાવવા માટે બિલ્ડીંગ પરથી કૂદી પડ્યો, પણ.....

kolkata hotel fire
, બુધવાર, 30 એપ્રિલ 2025 (07:05 IST)
kolkata hotel fire image source_X

કોલકાતાથી અકસ્માતના મોટા સમાચાર આવી રહ્યા છે. ગઈકાલે સાંજે બડા બજાર વિસ્તારમાં મેચુઆ ફ્રૂટ પટ્ટી વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટેલમાં લાગેલી આગમાં 14 લોકોના મોત થયા હતા. આ ઘટના ગઈકાલે રાત્રે 8.15 વાગ્યે કોલકાતાના સૌથી વ્યસ્ત વિસ્તારો પૈકીના એક મચ્છુઆ ફ્રૂટ પટ્ટીના એક રેસ્ટોરન્ટમાં બની હતી. આગ લાગતાની સાથે જ રેસ્ટોરન્ટની અંદર અફડાતફડી મચી ગઈ. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી પરંતુ સાંકડો રસ્તો હોવાથી ફાયર બ્રિગેડ ટીમને ભારે મહેનત કરવી પડી હતી

 
14  લોકોના મૃતદેહ મળી આવ્યા
અકસ્માત સમયે ધુમાડાના કારણે ઘણા લોકો અંદર ફસાયા હતા અને કેટલાક લોકો જીવ બચાવવા માટે ઉપરના માળ તરફ દોડ્યા હતા પરંતુ ત્યાંથી બહાર નીકળવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી. રેસ્ટોરન્ટના એક કર્મચારીએ પોતાનો જીવ બચાવવા માટે ઉપરથી કૂદી પડતા મૃત્યુ પામ્યો. ફાયર બ્રિગેડની ટીમને અંદર પ્રવેશવા માટે દિવાલ તોડવી પડી. આ અકસ્માતમાં ૧૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે લગભગ પચાસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
 
આગ કેવી રીતે ફેલાઈ?
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, આગ રેસ્ટોરન્ટના રસોડામાંથી શરૂ થઈ હતી અને ધીમે ધીમે આખી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. એવો પણ આરોપ છે કે હોટલની અંદર લાગેલી આગને બુઝાવવા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા ન હતા, જેના કારણે આ અકસ્માત આટલો મોટો બન્યો. હોટલના કર્મચારી મનોજ પાસવાન (લગભગ 40 વર્ષ) એ આગના ડરથી જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી કૂદી પડ્યા. જ્યારે તેમને કલકત્તા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. અનેક ફાયર એન્જિનોના પ્રયાસોથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. હોટલમાં ફસાયેલા મહેમાનોને સીડીનો ઉપયોગ કરીને નીચે ઉતારવામાં આવ્યા. બાદમાં, હોટલમાં અલગ અલગ જગ્યાએથી 13 મૃતદેહ મળી આવ્યા હતા.
 
કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, "આ આગની ઘટના રાત્રે 8:15 વાગ્યાની આસપાસ બની હતી. 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ટીમો દ્વારા ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી ચાલુ છે. વધુ તપાસ ચાલુ છે. તપાસ માટે એક ખાસ ટીમની પણ રચના કરવામાં આવી છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પહેલગામ હુમલા પર આવશે નિર્ણય ? પીએમ મોદીએ સેનાને આપી ખૂલી છૂટ, કહ્યું- કાર્યવાહીનો સમય અને લક્ષ્ય નક્કી કરો