Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bank Holidays in January 2019 જાન્યુઆરી 2019માં આ તારીખો પર બેંકની રજા રહેશે, જાણો બેંક હોલિડેની લિસ્ટ

Bank Holidays in January 2019 જાન્યુઆરી 2019માં આ તારીખો પર બેંકની રજા રહેશે, જાણો બેંક હોલિડેની લિસ્ટ
નવી દિલ્હી. , ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (11:55 IST)
જો તમને બેંક સાથે જોડાયેલ કોઈ કામ છે તો બેંકની રજા વિશે ખબર હોવી જોઈએ. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસની રજા હતી અને 26 તારીખે બેંકોની હડતાલ હતી. તેથી 2 દિવસ સુધી બેંક બંધ રહી હતી. જાન્યુઆરી 2019માં પણ અનેક રાજ્યોમાં જુદા જુદા દિવસે બેંક બંધ રહેશે. અનેક રાજ્યોમાં 1 જાન્યુઆરીના રોજ પણ રજા  છે. 
 
આ વખતે 1 જાન્યુઆરી મંગળવારે છે. આ દિવસે રાજસ્થાન, નાગાલેંડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, સિક્કીમ અને તમિલનાડુમાં રજા રહેવાની છે. 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી છે. આ દિવસે પશ્ચિમ બંગાળમાં બેંક બંધ રહેશે. 14 જાન્યુઆરીના રોજ પોંગલ, લોહરી અને મકર સંક્રાંતિ છે. આ દિવસે તેલંગાના, તમિલનાદુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામમાં બેંક બંધ રહી શકે છે. 
 
16 જાન્યુઆરીના રોજ સંત તિરુવલ્લૂર દિવસ છે. આ તમિલનાડુમાં ઉજવાય છે. બીજી બાજુ 23 જાન્યુઆરીના રોજ સુભાષચંદ્ર બોસ જયંતી હોવાને કારણે પશ્ચિમ બંગાળ, ઉડીસા અને ત્રિપુરામાં રજા રહેશે. 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની રજા હોવાને કારણે આખા દેશમાં બેંક બંધ રહેશે. આ દિવસે ચોથો શનિવાર પણ છે.  બીજી બાજુ બોમ્બે સ્ટોક એક્સચેંજએ પણ 2019 ના માર્કેટ હોલિડેની લિસ્ટ રજુ કરી છે. 2019માં શેર બજાર આખા વર્ષમાં 15 દિવસની રજા મનાવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતંજલિનો Kimbho App, લોંચ નહી થાય... આ કારણે લાગી રોક