Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્થાનિક લોકોને રોજગાર આપનારી કંપનીઓને જ મળશે સબસીડી - કમલનાથ

બિહાર-યૂપીવાળા મધ્યપ્રદેશમાં આવે છે, તેથી સ્થાનીકને રોજગાર નથી મળતો,

સ્થાનિક લોકોને રોજગાર આપનારી કંપનીઓને જ મળશે સબસીડી  - કમલનાથ
, મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (10:53 IST)
કર્જમાફી ચૂંટણી દરમિયાન મુદ્દો બની પણ કમલનાથે મુખ્યમંત્રી બન્યા પછી જે વાત ચર્ચામાં રહી છે તે છે ઉદ્યોગોને અપાનારી સબસીડીને લઈને સરકારની નવી નીતિની છે.  સત્તા સાચવ્યા પછી જ કમલનાથે જાહેરાત કરી કે સરકાર તરફથી સબસીડી ફક્ત એ જ ઉદ્યોગોને આપવામાં આવશે જેમા 70 ટકા સ્થાનીક લોકો કામ કરશે. 
 
મુખ્યમંત્રી પદ સાચવ્યા પછી મીડિયા સાથેની ચર્ચામાં કમલનાથે કહ્યુ કે સરકાર તરફથી ફક્ત એ જ ઉદ્યોગોને ફંડ આપવામાં આવશે જેઓ મધ્યપ્રદેશના સ્થાનીક લોકોને રોજગાર આપશે.  તેમણે કહ્યુ કે બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો રોજગાર માટે અહી આવે છે. જેને કારણે સ્થાનીક લોકોને રોજગાર મળતો નથી.  
 
કમલનાથે કહ્યુ કે અમે અનુદાનને લઈને આ નિર્ણય કર્યો જેથી સ્થાનીક લોકોને વધુથી વધુ રોજગાર મળી શકે.  નવનિયુક્ત મુખ્યમંત્રીએ ચાર વસ્ત્ર પાર્ક (ગારમેંટ પાર્ક) ખોલવાની પણ જાહેરાત કરી. 
 
કાર્યભાર સંભાળવાના થોડાક જ કલાકમાં કમલનાથે રાહુલ ગાંધીના કર્જમાફીનુ એલાન પુર્ણ કર્યુ.  તેમણે કહ્યુ કે મુખ્યમંત્રીના રૂપમાં પહેલી ફાઈલ જેના પર મે હસ્તાક્ષર કર્યા તે ખેડૂતોની કર્જમાફી છે. જેનુ વચન અમે અમારા ઘોષણાપત્રમાં આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર બનવાના 10 દિવસમાં કર્જમાફીનુ વચન કર્યુ હતુ 
 
કોંગ્રેસ સરકારે એક અધ્યાદેશ રજુ કરીને સરકારી અને સહકારી બેંકોને 31 માર્ચ 2018 સુધી ખેડૂતોના 2 લાખ સુધીના બધા કર્જ માફ કરવાનો આદેશ રજુ કર્યો. કૃષિ વિભાગના અધિકારીઓએ કહ્યુ કે ઓછામાં ઓછા 34 લાખ ખેડૂતોને તેનો ફાયદો થશે અને સરકાર પર 34થી 38 લાખ કરોડનો બોઝ પડશે. 
 
મુખ્યમંત્રી કમલનાથે કહ્યુ કે જ્યારે બેંક મોટા ઉદ્યોગપતિઓને 40થી 50 ટકા કર્જ માફ કરી દે છે તો કોઈ કશુ નથી કહેતુ પણ જ્યારે ખેડૂતોના કર્જ માફ થાય છે તો સવાલ ઉભો થાય છે. સરકારે કન્યાદાન યોજના હેઠળ મળનારી રકમને વધારીને 28 હજારથી 51 હજાર કરી દીધી છે. 
 
આરએસએસની શાખાઓને સરકારી સંસ્થાનોમાં પ્રતિબંધિત થવાના સવાલ પર તેમણે કહ્યુ કે આ આદેશ કેન્દ્ર અને ગુજરાત સરકારની જેમ લેવામાં આવ્યો છે તેમા કશુ નવુ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસે વચન પુર્ણ કર્યુ, કમલનાથે ખેડૂત કર્જમાફીની ફાઈલ પર કર્યા સાઈન