Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અશોક અને ગોલ્ડી મસાલાના આ પ્રોડક્ટ ખાવા લાયક નથી, પેકેટમાં જંતુ અને પેસ્ટિસાઈટ્સ મળતા વેચાણ પર લાગી રોક, સલમાન ખાન છે બ્રાંડ એમ્બેસેડર

Masala Ban
, શનિવાર, 27 જુલાઈ 2024 (17:54 IST)
Masala Ban
 દેશમાં ડબ્બા બંધ મસાલાનુ વેચાણ શહેરથી લઈને ગામડા સુધી થવા લાગ્યુ છે. પણ અવાર નવાર આ મસાલાની ગુણવત્તાને લઈને સવાલ ઉભા થાય છે. જેમા દેશના ટોપ મસાલા બ્રાંડ કંપનીઓમા સામેલ અશોક મસાલા અને ગોલ્ડી મસાલામાં ગડબડી જોવા મળી છે. યૂપી ખાદ્ય સુરક્ષા અને ઔષધિ પ્રશાસન (FSDA) નુ કહેવુ છે કે અનેક પ્રોડક્ટ ખાવા યોગ્ય નથી. જ્યારબાદ બંને કંપનીઓનાકેટલાક પ્રોડક્ટ ખાવા માટે અનસેફ બતાવતા તેમના વેચાણ પર ત્કાલ પ્રભાવથી રોક લગાવી દેવામાં આવી છે.  ગોલ્ડી મસાલાના બ્રાંડ એમ્બેસેડર અભિનેતા સલમાન ખાન છે.  
 
ગરમ મસાલા, બિરયાની અને સાંભાર મસાલામાં કમી જોવા મળી
 
મસાલાની મોટાભાગની કંપનીઓ કાનપુરમાં છે. એફએસડીએ અધિકારીઓએ કાનપુરના દાદાનગરની શુભમ ગોલ્ડી મસાલા કંપનીમાંથી સેમ્પલ લીધા હતા. સંભાર મસાલા, ચાટ મસાલા અને ગરમ મસાલા તેમાં અસુરક્ષિત જોવા મળે છે. આ કંપની ગોલ્ડી બ્રાન્ડ માટે ઉત્પાદનો બનાવે છે.
 
તેવી જ રીતે અશોક સ્પાઈસીસની બે કંપનીઓના ઉત્પાદનોમાં પણ ખામીઓ જોવા મળી હતી. તેમના ઉત્પાદનો - ધાણા પાવડર, ગરમ મસાલા અને માતર પનીર મસાલા ખાવા યોગ્ય નથી. તેવી જ રીતે ભોલા મસાલા ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
 
સ્થાનિક સ્તરે વેચાતી અન્ય 14 કંપનીઓના ઉત્પાદનોમાં હાનિકારક પદાર્થો મળી આવ્યા છે. આ કંપનીઓના હળદરના પાવડરમાં પણ જંતુનાશક દવાઓ મળી આવી છે.
 
મે મા લેવામાં આવ્યા હતા સેમ્પલ 
 
હકીકતમાં, FSDA અધિકારીઓએ આ વર્ષે મે મહિનામાં કાનપુરમાં મસાલા કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. 16 કંપનીઓના વિવિધ મસાલાના 35 ઉત્પાદનોના નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે આગ્રા મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 23ના રિપોર્ટ સામે આવ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટના લોકમેળામાં સ્ટોલ ધારકો માટે 44 નિયમો, ભીડ ઓછી કરવા સ્ટોલ ઘટાડ્યા