Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંતરિક્ષમાં ફસાયેલાં સુનીતા વિલિયમ્સ અને વિલ્મોર માટે ખાવાનું અને બળતણ લઇને પહોંચ્યું સ્પૅસક્રાફ્ટ

sunita Williams
, મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (14:23 IST)
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે આઈએસએસ પર ફસાયેલાં નાસાનાં અંતરિક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બેરી ‘બુચ’ વિલ્મોર સુધી જરૂરી સામાનની ડિલિવરી પહોંચાડવામાં આવી છે.
 
તેના માટે એક કાર્ગો સ્પૅસક્રાફ્ટમાં ખાવાનું, ઇંધણ અને બીજી વસ્તુઓ પણ મોકલવામાં આવી છે, જેની જરૂર અવકાશયાત્રીઓને પડશે.
 
જે યાનમાં સામગ્રીઓ મોકલવામાં આવી એ રશિયાનું માનવરહિત કાર્ગો સ્પૅસક્રાફ્ટ હતું, તેમાં લગભગ ત્રણ ટન સામાનનો સપ્લાય અંતરિક્ષયાત્રીઓ માટે કરવામાં આવ્યો હતો.
 
નાસાએ જણાવ્યું છે કે આ કાર્ગો સ્પૅસક્રાફ્ટ લગભગ છ મહિના સુધી ત્યાં જ રહેશે અને પછી પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતા જ નાશ પામશે.
 
અહીં ઉલ્લેખનીય છે કે સુનીતા વિલિયમ્સ અને વિલ્મોર બંને માત્ર આઠ દિવસના મિશન માટે અંતરિક્ષમાં ગયાં હતાં પરંતુ તેમના સ્પૅસક્રાફ્ટમાં ખામી સર્જાતા તેઓ ક્યારે પરત ફરશે તે નક્કી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બેનપણીની સાથે મળીને પતિને સુવડાવ્યો, ઉતાર્યા કપડા વિરોધ કરતા કાપી નાખ્યુ પ્રાઈવેટ પાર્ટ