Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આંધ્રપ્રદેશ: વિશાખાપટ્ટનમમાં કેમિકલ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક ​​થતાં 8 લોકોનાં મોત અને 1000 થી વધુ બીમાર

આંધ્રપ્રદેશ: વિશાખાપટ્ટનમમાં કેમિકલ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક ​​થતાં 8 લોકોનાં મોત અને 1000 થી વધુ બીમાર
, ગુરુવાર, 7 મે 2020 (11:08 IST)
આંધ્રપ્રદેશના કેમિકલ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લિક થયાના સમાચાર છે. વિશાખાપટ્ટનમના આરએસ વેંકટપુરમ ગામમાં એલજી પોલિમર ઉદ્યોગ પ્લાન્ટમાં રાસાયણિક ગેસ લીક ​​થવાને કારણે આશરે 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત 1000 થી વધુ લોકો આ ઝેરી ગેસથી બીમાર થયા છે. ગેસ લીક ​​થયા બાદ આખો વિસ્તાર ખાલી કરવામાં આવી રહ્યો છે. જોકે, આંધ્રપ્રદેશના ડીજીપી ગૌતમ સવાંગે ઝેરી ગેસ લીકેજ થવાના કારણે 6 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે, પરંતુ પુષ્ટિ વિનાના અહેવાલોમાં 8 લોકોનાં મોતની વાત જણાવી રહી છે
 
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ગેસ લિકેજને કારણે લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવાની ફરિયાદ થયા બાદ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોપાલાપટ્ટનમમાં એલજી પોલિમર લિમિટેડ ખાતે સવારે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો, જ્યારે  આસપાસની સોસાયટીના લોકો સૂઈ રહ્યા હતા.

 
વેસ્ટ ઝોનના એસીપી સ્વરૂપરૂ રાનીએ જણાવ્યું કે કેમિકલ ગેસનું આ લિકેજ લગભગ 3 કિલોમીટરમાં ફેલાયું છે. ગેસ લિકેજની ઘટના સાંભળીને ઘણા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા, પરંતુ આંખોમાં બળતરા અને ગેસની તીવ્ર ગંધ સહન ન કરવાથી તેઓ રસ્તા પર જ ઢળી પડ્યા. . આ ઝેરી ગેસની અસર એટલી  ભયંકર છે કે મોટી સંખ્યામાં લોકો તેમના ઘરમાં જ બેહોશ થઈ ગયા છે. તેમાંના મોટાભાગના બાળકો અને વૃદ્ધ લોકો છે. આ માહિતી સ્વરૂપ રાણીએ આપી હતી.

 
ગૅસ-લીકેજથી પ્રભાવિત લોકોને હૉસ્પિટલ પહોંચાડવા 50 ઍમ્બુલન્સને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી હતી.
 
15 લોકોને કિંગ જ્યૉર્જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર શરૂ કરાઈ છે. આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીએ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.
 
એજન્સીએ કેટલીક તસવીરો બહાર પાડી છે, જેમાં જોઇ શકાય છે કે ગેસ લીકેજ થવાને કારણે લોકોની હાલત કેટલી ખરાબ છે. લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે અને આસપાસના વિસ્તારમાં ગેસ ફેલાયો છે, ત્યારબાદ લોકો શ્વાસ લેવામાં અને આંખમાં બળતરાની ફરિયાદ કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Update-દેશમાં કોરોનાની સ્પીડને ક્યારે બ્રેક લાગશે, 24 કલાકમાં 89 મોત, 3561 નવા કેસ, જાણો દિલ્હી-મુંબઇ સહિત ટોચના 10 રાજ્યો