Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2002ના ગુજરાત રમખાણો અંગે અમિત શાહનો ઈન્ટરવ્યુઃ બોલ્યા- મોદી 18-19 વર્ષ સુધી ભગવાન શંકરની જેમ ઝેર પીતા રહ્યા, હવે સત્ય સોનાની જેમ ચમકી રહ્યું છે

amit shah
, શનિવાર, 25 જૂન 2022 (12:48 IST)
ગૃહમંત્રી અમિત શાહે આજે 2002ના ગુજરાત રમખાણો પર પોતાનું મૌન તોડ્યું છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને મંજૂરી આપ્યા બાદ અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણય, કોર્ટની કાર્યવાહી દરમિયાન મીડિયા, એનજીઓ અને રાજકીય પક્ષોની ભૂમિકા વિશે વાત કરી હતી.
 
શાહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સાબિત થયું છે કે તત્કાલીન ગુજરાત સરકાર પર લગાવવામાં આવેલા તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા. જે લોકોએ મોદીજી પર આરોપો લગાવ્યા હતા, તેમણે ભાજપ અને મોદીજીની માફી માંગવી જોઈએ. લગભગ 40 મિનિટના ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પીએમ મોદીએ હંમેશા ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખ્યો છે.
 
સાંભળો અમિત શાહનો ઈન્ટરવ્યુ 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક યુવતીએ જીભ કાપીને મંદિરમાં માતાના ચરણોમાં અર્પણ કરી, હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ