Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓપિનિયન પોલ - હાલ ચૂંટણી યોજાય તો સમાજવાદી પાર્ટી સૌથી વધુ સીટો મળે, ભાજપ બીજા નંબરની સૌથી મોટી પાર્ટી

ઓપિનિયન પોલ - હાલ ચૂંટણી યોજાય તો  સમાજવાદી પાર્ટી સૌથી વધુ સીટો મળે, ભાજપ બીજા નંબરની સૌથી મોટી પાર્ટી
, બુધવાર, 4 જાન્યુઆરી 2017 (09:29 IST)
દેશમાં પાંચ રાજ્યોમાં વર્ષ 2017નાં પ્રારંભમાં જે રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે તેમાં ઉત્તરપ્રદેશ,પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. જેમાં કુલ 690 બોઠકોનો સમાવેશ થાય છે. 2017નું વર્ષ રાજકીય દંગલનું વર્ષ બની રહેશે.  ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તે પહેલા ઓપિનિયન પોલ આવ્યો છે. જેમાં અખિલેશનો ઘોડો વિનમાં છે
 
પોલમાં સમાજવાદી પાર્ટી સહિત કોઈને બહુમત નથી મળ્યો પણ જો હાલ ચૂંટણી યોજાય તો તેને સૌથી વધુ સીટો મળે તેવું તારણ છે. ભાજપ અને તેનાં સહયોગી પક્ષો બીજા નંબરની સૌથી મોટી પાર્ટી બની શકે છે. એબીપી ન્યૂઝ, લોકમત અને સીએસડીએસ દ્વારા આ પોલ યોજવામાં આવ્યો છે જેનાં તારણો રસપ્રદ છે.
 
હાલ ચૂંટણી યોજાય તો કોને કેટલી સીટો?
સમાજવાદી પાર્ટી 141-151 સીટો સાથે ફ્રન્ટરનર
ભાજપ અને સહયોગી પક્ષોને 129 -139 સીટો
બહુજન સમાજ પાર્ટીને 93 – 103 સીટો
કોંગ્રેસને ફાળે ફક્ત 13 -19 સીટો
 
યુપીમાં સીએમ તરીકે પહેલી પસંદ કોણ?
અખિલેશ 28 ટકા
માયાવતી 21 ટકા
યોગી આદીત્યનાથ 4 ટકા
મુલાયમ સિંહ 3 ટકા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ વર્ષે બજેટ 1લી ફેબ્રુઆરીએ રજુ કરવામાં આવશે