ગેહલોત સરકારના ત્રણ મંત્રીઓએ રાજીનામાની રજુઆત કરી છે. શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ દોતાસરા, આરોગ્ય મંત્રી રઘુ શર્મા અને મહેસૂલ મંત્રી હરીશ ચૌધરીએ સોનિયા ગાંધીને પત્ર લખીને મંત્રી પદ છોડવાની ઓફર કરી છે. આ પત્ર ત્રણેય મંત્રીઓના રાજીનામાનો હોવાનું માનવામાં આવે છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકને જયપુર પહોંચતાની સાથે જ ત્રણેય મંત્રીઓના રાજીનામાની જાણકારી આપી.
માકને કહ્યું કે જ્યારે તેઓ 30 જુલાઈએ મંત્રીઓને મળ્યા ત્યારે અમારા કેટલાક મંત્રીઓએ મંત્રી પદ છોડીને સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમારા ત્રણ આશાસ્પદ મંત્રીઓ ગોવિંદ સિંહ દોતાસરા, હરીશ ચૌધરી અને રઘુ શર્માએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. મંત્રીએ પદ છોડવાની ઓફર કરી છે. ત્રણેય પક્ષ સંગઠન માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવા આશાસ્પદ મંત્રીઓ સંગઠનમાં કામ કરવા
માંગે છે, તેથી જ તેઓએ રાજીનામું આપ્યું છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા આજે સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી નિવાસ પર કેબિનેટ બેઠક્ અને મંત્રી પરિષદની બેઠક્ બોલાવવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં તમામ મંત્રીઓનું રાજીનામું માંગી લેવામાં આવે તેવી સંભાવના છે. અને ત્યાર બાદ મંત્રીમંડળનું પુનર્ગઠન થશે અને એવું માનવામાં આવે છે 21 નવેમ્બર બાદ ગહલોત સરકાર મંત્રીમંડળના શપથ ગ્રહણ થશે.
રાજસ્થાન સરકારના ત્રણ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ દોતાસરા, સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્મા અને મહેસૂલ મંત્રી હરીશ ચૌધરીના નામ સામેલ છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 22 નવેમ્બરે કેબિનેટનું પુનર્ગઠન થઈ શકે છે. સચિન પાયલટ કેમ્પના ધારાસભ્યોને આ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.