કોંગ્રેસે બુધવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં જન વેદના સંમેલન ઓર્ગેનાઈઝ કર્યુ. તેમા રાહુલે બે વાર સ્પીચ આપી. સાંજે આપેલી સ્પીચમાં રાહુલે કહ્યુ મને ખરબ હતી કે કોંગ્રેસ પાર્ટી 100 વર્ષ જૂની છે. એક દિવસ હુ ફોટોઝ જોઈ રહ્યો હતો. શિવજીના ફોટોમાં મને કોંગ્રેસનુ ચિહ્ન દેખાયુ, બુદ્ધના ફોટોમાં પણ કોંગ્રેસનુ ચિહ્ન દેખાયુ. મહાવીરની ફોટો જોઈ તેમા પણ કોંગ્રેસનુ ચિહ્ન. મે કર્ણ સિંહને પૂછ્યુ કે આ બધી જગ્યાએ કોગ્રેસ પાર્ટીના હાથનુ નિશાન કેમ દેખાય રહ્યુ છે. તેમણે મને કહ્યુ કે વર્તમાન પરિસ્થિતિયોમાં હકીકતનો સામનો કરો. તમારા વર્તમાનથી ગભરાશો નહી. તેમણે કહ્યુ કે ગાંધીજી-નેહરુજીની પણ આ જ સીખ હતી. ડરશો નહી.
રાહુલના સ્પીચની મોટી વાતો....
- રાહુલે કહ્યુ - મને ભગવાન શિવ, બુદ્ધ, મહાવીર અને ગુરૂ નાનકજીની ફોટોમાં કોંગ્રેસનુ સિંબલ દેખાય છે.
- હું મારા મિત્રોને મળ્યો અને કહ્યુ - ગભરાશો નહી. કોંગ્રેસની ફિલોસોફી કહે છે - ડરો નહી. એક બીજી ફિલોસોફી કહે છે ડરો અને ડરાવો.
- બીજેપીનુ પુર્ણ લક્ષ્ય ડરાવવાનુ છે. બે-ત્રણ મહિનામાં આ લોકોએ પૂરા હિન્દુસ્તાનમાં ડર ફેલાવ્યો. અમે કહ્યુ હતુ કે 100 દિવસની ગેરંટી આપીએ છીએ. અમે કહ્યુ કે તમારી જમીન છે તમારી રહેશે.
- અહી મનમોહન સિંહ-ચિંદંબરમ છે. તમે યૂપીએના સમયને જુઓ. મનરેગા હોય, ભૂમિ અધિગ્રહણ બિલ હોય મેસેજ એ જ હતો - ડરશો નહી.
- મોદી ડર ફેલાવી રહ્યા છે.