Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એયર ઈંડિયાનુ બોઈંગ 787 ડ્રીમલાઈનરના અમદાવાદમાં ક્રેશ હોવાનુ શુ હોઈ શકે છે કારણ ? એક્સપર્ટસે બતાવ્યા કારણ

ahmedabad plane crash reason
અમદાવાદ. , સોમવાર, 16 જૂન 2025 (12:48 IST)
એયર ઈંડિયાના ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે. અનુભવી પાયલોટોએ આ દુઘટનાના કેટલાક શક્યત કારણ બતાવ્યા છે. તેમનુ કહેવુ છે કે બે વસ્તુઓ હોઈ શકે છે. બંને એંજિન એક સાથે ખરાબ થઈ ગયા હોય કે પછી ઈમરજેંસીમાં કૉકપિટમાં બેસેલા પાયલોટોએ ખોટી રીતે પ્રતિક્રિયા આપી. એક એયરઈંડિયા કેપ્ટને કહ્યુ, 'CCTV ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે કે વિમાને સામાન્ય રૂપથી ઉડાન ભરી હતી.  પણ પછી અચાનક તેને લિફ્ટ મળવી બંધ થઈ ગઈ.  એવુ કદાચ એટલા માટે કારણ કે બંને એંજિનમાં થ્રસ્ટ (thrust) મતલબ શક્તિ નહોતી રહી.  
 
રૈમ એયર ટરબાઈન ચાલી રહ્યુ હતુ 
એયર ઈંડિયા કેપ્ટને એવુ પણ કહ્યુ કે એક વીડિયોમાં વિમાનની જે અવાજ આવી રહી હતી તેના પરથી લાગી રહ્યુ હતુ કે રૈમ એયર ટરબાઈન  (RAT)ચાલી રહ્યુ હતુ.  RAT એક બૈકઅપ પાવર સોર્સ છે. આ  B-787 વિમાનમાં ત્યારે આપમેળે શરૂ થઈ જાય છે જ્યારે તેને લાગે છે કે બંને એંજિન બંધ થઈ ગયા છે. RAT એક નાનો પંખો હોય છે જે હવામાં ફરે છે અને વિજળી પેદા કરે છે.  
 
શુ હોય છે ક્રૉસ ફીડ 
કૈપ્ટને આગળ જણાવ્યુ કે B-787 માં અનેક બૈકઅપ સિસ્ટમ હોય છે. તેથી વીજળી કે સોફ્ટવેયરને કારણે એંજિનના બંધ હોવાની શક્યતા ઓછી છે. વિમાનમાં એક ઓક્સિલરી પાવર યૂનિટ (auxiliary power unit) પણ હોય છે જેને ચાલુ કરી શકાય છે. ટેક ઓફ દરમિયાન ઈંધણમાં ભેળસેળ થવાની શક્યતા પણ ઓછી હોય છે. કારણ કે એ સમયે ઈધણ ફ્લો સૌથી વધુ હોય છે. આ ઉપરાંત વિમાનમાં બે જુદા જુદા ઈંઘણ સિસ્ટમ હોય છે અને ક્રોસ ફીડની સુવિધા પણ હોય છે. ક્રોસ ફીડ મતલબ એક ટેંકમાંથી બીજા ટેંકમાં ઈંઘણ મોકલી શકાય છે.  
 
લેંડિંગ ગિયરમાં ખરાબી નહી
ઈંડિગોના એક અનુભવી પાયલોટે કહ્યુ કે ફ્લૈપ અને સ્લેટનુ ખોટી રીતે ખુલવા કે લૈંડિગ ગિયરમાં ખરાબી આવવાથી આવુ નથી થઈ શકતુ. તેમણે કહ્યુ કે જો આવુ  હોત તો વિમાન પર દબાણ પડતુ પણ એ આકાશમાંથી નીચે ન પડતુ.  જો કોઈ સેટિંગ ખોટી હોય તો પાયલોટને એલર્ટ મળી જાય છે અને તે તેને ઠીક કરી શકે છે.  ફ્લેપ અને સ્લેટ વિમાનના પંખાનો ભાગ હોય છે જે ઉડાન ભરવા અને ઉતરવામાં મદદ કરે છે. લૈડિંગ ગિયર વિમાનના પૈડાને કહે છે.  
 
'પક્ષી નથી ટકરાયા'
પાયલોટે એ પણ કહ્યુ કે વિમાન સાથે કોઈ પક્ષી નથી અથડાયુ. કારણ કે CCTV ફુટેજમાં કોઈ મોટા પક્ષીનુ ઝુંડ નથી દેખાય રહ્યુ. એક રિટાયર્ડ  AI  પાયલોટે કહ્યુ કે US એયરવેજનુ એક વિમાન કનાડાના કેટલાક હંસોના ઝુંડ સાથે અથડાયુ હતુ.  હંસ એંજિનમાં ઘુસી ગયુ હતુ  અને એંજિન બંધ થઈ ગયુ હતુ.  એ વિમાનના પાયલોટે ચેસ્લી 'સલી' સુલેનબર્ગરએ વિમાનને હડસન નદીમાં ઉતાર્યુ હતુ. અમદાવાદમાં એવુ કશુ ન થયુ. વીડિયોમાં એંજિનમાંથી આગ કે ધુમાડાના કોઈ નિશાન નથી દેખાય રહ્યા.  
 
કેટલાક પાયલોટે તોડફોડની આશંકાને નકારી દીધી. તેમણે એક વધુ શક્યતા બતાવી. તેમણે કહ્યુ કે બની શકે કે ટેક ઓફ દરમિયાન એક એંજિન ખરાબ થઈ ગયુ હોય અને પછી કૉકપિટમાં બેસેલા પાયલોટે કંઈક ખોટુ કર્યુ હોય.  જેને કારણે બંને એંજિનમાં થ્રસ્ટ રહી નહી. 
 
 
V1 ટેક-ઓફનો નિર્ણય 
એક ઈડિગોના પાયલોટે જણાવ્યુ કે અમદાવાદ રનવેની પાસે ઉભેલુ એક વિમાને  ATC ને V1 ની આસપાસ એક તેજ ધમાકાનો અવાજ સંભળાયો હતો V1 ટેક ઓફનો એ નિર્ણય લેવાનો પોઈંટ હોય છે. જ્યારબાદ પાયલોટ વિમાનન એ રોકી નથી શકતો.  તેને ટેક ઓફ કરવાનુ જ હોય છે.  બની શકે છે કે કંપ્ર્રેસર સ્ટોલને કારણે એક એજિંન બંધ થઈ ગયુ હોય . કે પછી બીજુ કોઈ કારણ  રહ્યુ હોય. ટેક ઓફ પછી વિમાન બીજા એજિનના મદદથી ઉપર ચઢ્યુ.   
 
થ્રસ્ટ લીવરને પાછળ ખેંચ્યુ 
પાયલોટ સામાન્ય રીતે ATC ને  એજિંન ખરાબ હોવાની માહિતી આપે છે.  વિમાનને પાછુ વાળે છે અને લેંડ કરે છે. વીડિયોમાં દેખાય રહ્યુ છે કે ઉડાન ભરવાના થોડી સેકંડ પછી જ વિમાનને અચાનલ લિફ્ટ મળવી બંધ થઈ ગઈ અને તે નીચે પડવા લાગ્યુ.  એવુ એટલા માટે થઈ શકે છે કારણ કે પાયલોટે ચાલુ એંજિનનુ થ્રસ્ટ લીવર પાછળ ખેચી લીધુ હોય જેના કારણે વિમાનમાં બિલકુલ પણ થ્રસ્ટ નહી રહી. પાયલોટે એ પણ કહ્યુ કે સિમ્યુલેટર ટ્રેનિંગ દરમિયાન આવી ભૂલ થઈ સામાન્ય વાત છે. થ્રસ્ટ લીવર એ લીવર હોય છે જેનાથી એંજિનની શક્તિને કંટ્રોલ કરવામાં આવે છે.  
 
'પ્લેન થયુ સ્ટૉલ?'
 
એક વધુ પાયલોટે આ વાતનુ સમર્થન કર્યુ. તેમણે કહ્યુ કે ટેક ઓફ દરમિયાન એજિન ખરાબ થતા પાયલોટને આ સુનિશ્ચિત કરવાનુ હોય છે કે ખરાબ એજિનને વધુ નુકશાન ન થાય. આ કામ વિમાનના 400 ફીટની ઉચાઈ પર પહોચ્યા પછી કરવામાં આવે છે. જો ચાલુ એંજિનનુ થ્રસ્ટ પાછળ ખેંચી લેવામાં આવે તો સ્ટૉલ થઈ જશે. સ્ટૉલનો મતલબ છે કે વિમાન હવામાં પોતાની પકડ ગુમાવી દેશે અને નીચે પડવા માંડશે.  જો વિમાન વધુ ઊંચાઈ પર છે તો થ્રસ્ટને પરત લાવવાની કોશિશ કરી શકાય છે  પણ જો વિમાન 600-800 ફીટની ઊંચાઈ પર છે તો તે જીવલેણ હોઈ શકે છે.  કારણ કે એંજિનને પરત ચાલુ થવામાં અને થ્રસ્ટ ઉભી કરવામાં સમય લાગશે અને વિમાન 400-500 ફીટ પ્રતિ સેકંડની ગતિથી નીચે પડી રહ્યુ હશે.  
 
પ્લેનમાં એ દિવસે શુ બન્યુ ? ડેટા ખોલશે રહસ્ય 
પાઇલટ્સે યાદઅપાવ્યુ કે કોકપીટમાં શું થયું હતું અને વિમાનનું શું થયું તે કોકપીટ વોઇસ ડેટા રેકોર્ડર અને ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડરનું વિશ્લેષણ કરવામાં આવશે ત્યારે જ જાણી શકાશે. કોકપીટ વોઇસ ડેટા રેકોર્ડર કોકપીટમાં થતી વાતચીત રેકોર્ડ કરે છે. ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર વિમાનની ગતિ, ઊંચાઈ અને દિશા જેવી માહિતી રેકોર્ડ કરે છે. યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની એક ટીમ યુકે એર એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB) અને એરક્રાફ્ટ ઉત્પાદક બોઇંગ કંપનીના અધિકારીઓ સાથે મળીને આ મામલાની તપાસમાં મદદ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vijay Rupani Funeral Live- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર