Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video - આગરામાં એક્સિડેંટ પછી મચી મરઘાંની લૂટ, હાઈવે પર ચિકન ફાઈટ જોઈને થઈ જશો હેરાન

Agra Chicken Loot After Dozen Vehicles Collied Accident Due To Dense Fog See Photos
, બુધવાર, 27 ડિસેમ્બર 2023 (12:13 IST)
Agra Chicken Loot After Dozen Vehicles Collied Accident Due To Dense Fog See Photos
આગરામાં ભીષણ ગાઢ ધુમ્મસના કારણે વાહન અકસ્માતમાં વધારો થયો છે. આગરા-લખનૌ એક્સપ્રેસવે પર ભીષણ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. બીજી બાજુ આગરા-દિલ્લી નેશનલ હાઈવે પર પણ એક્સીડેંટનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માતમાં પણ મોતની સૂચના છે. નેશનલ હાઈવે પર એક્સિડેંટને કારણે અનેક ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ.  જેમા એક મરઘીઓથી ફરેલુ વાહન પણ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ.  વાહન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ ડ્રાઈવરને સારવાર માટે લઈ જવામાં આવ્યો.  તો બીજી બાજુ લોકોએ મરઘીથી ભરેલુ વાહન દુર્ઘટનાગ્રસ્ત જોયુ તો ચિકનની લૂટ મચાવી.  

 
મરઘાની  લૂંટ
 
પીકઅપ વાહન પર મરઘીઓ ભરેલી હતી. નેશનલ હાઈવે પર અકસ્માત દરમિયાન આ વાહન પલટી ગયું હતું. જેના કારણે અનેક મરઘીઓ મૃત્યુ પામી હતી. ચિકન ગાડી પલટી જતા જોઈને ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ. લોકોએ આ વાહનમાં ભરેલ મરઘીઓને લૂંટવાનું શરૂ કર્યું.
 
દોઢ લાખના મરઘા હતા 
 
નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા પીકઅપ વાહનમાં દોઢ લાખ રૂપિયાની કિંમતના મરઘા હતા. તેમને લઈ જઈ રહેલા વાહનને અકસ્માત નડ્યો હતો. આ પછી લોકોએ આ વાહનમાંથી મરઘીઓને લૂંટવાનું શરૂ કર્યું.
 
મરઘીઓને લઈને ભાગતા જોવા મળ્યા લોકો 
આગરામાં નેશનલ હાઈવે પર અકસ્માત પછી મરઘીના વાહનમાંથી સરેઆમ ચોરી કરવામાં આવી. રસ્તા પરથી પસાર થયેલા લોકોએ આનો વીડિયો બનાવી લીધો. આ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 
લોકો મરઘા વાહન પર તૂટી પડ્યા 
નેશનલ હાઈવે અકસ્માત પછી ક્રેનની મદદથી મરઘા વાહનને રસ્તા કિનારે ઉભુ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ લોકોના ટોળુ તેના પર ઝપટી પડ્યુ. જેના હાથમાં જેટલી મરઘી આવી તેટલી લઈને નીકળી પડ્યા.  
 
લોકો કોથળામાં મરઘીઓ ભરતા જોવા મળ્યા 
 
લૂંટ દરમિયાન એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. કેટલાક લોકો કોથળા લઈને આવ્યા હતા. તેઓ મરઘીઓને બહાર કાઢીને કોથળાઓમાં ભરી રહ્યા હતા. આ પ્રકારની સ્થિતિ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શેર બજારની મજબૂત શરૂઆત, સેંસેક્સ 71600ને પાર, આ કંપનીઓના શેરમાં શાનદાર તેજી