Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજસ્થાનના પાલી હાઇવે પર અકસ્માત, 7નાં મોત

accident
, શનિવાર, 20 ઑગસ્ટ 2022 (13:40 IST)
ગુજરાતના દાંતા તાલુકાના કૂકડી ગામના યાત્રાળુઓ રાજસ્થાન રામદેવરા બાબાનાં દર્શન કરવા જઈ રહ્યા હતા. એ સમય ગઈ રાત્રે રાજસ્થાનના પાલી હાઇવે પર રોંગ સાઈડથી આવતી ટ્રેકે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7  લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે, તો 20 યાત્રાળુને ઇજા થઈ હતી. 
 
ટ્રેલરમાં લગભગ 25 લોકો સવાર હતા. ટ્રેલર રામદેવર તરફ જઈ રહ્યું હતું. મળતી માહિતી મુજબ સુમેરપુર હાઈવે પર હાલમાં જ થયેલા અકસ્મતા પછી આ રસ્તો વન-વે કરી દેવાયો હતો. આ દરમિયાન બે ટ્રેલર વચ્ચે લગભગ 25 શ્રદ્ધાળુથી ભરેલું ટ્રેક્ટર રસ્તાની વચ્ચે ચાલી રહ્યું હતું. પાછળથી આવેલા એક ટ્રેલરે ટક્કર મારી હતી. શ્રદ્ધાળુઓ ટ્રેલર સહિત આગળની તરફ ઊછળીને પડ્યા હતા. ટક્કરથી ટ્રેક્ટર આગળ ચાલી રહેલા ટ્રેલરથી જ ટકરાયા અને બંને ટ્રેલર વચ્ચે ફસાઈ ગયા હતા. વડાપ્રધાન મોદીને આ અકસ્માતની જાણ થતાં જ ટ્વીટ કરી લખ્યું કે રાજસ્થાનના પાલીમાં અકસ્માત થયો, જે ઘણું જ દુ:ખદ છે. મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય એ માટે પ્રાર્થના


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mumbai Attack: મુંબઈમાં ફરી થશે 26/11 જેવો હુમલો, વિદેશમાંથી આવ્યો ધમકીભર્યા ફોન