A
adhar card માટે કેન્દ્ર સરકારે વધુ મહત્વનો નિર્ણય લીધો છે. હવે તમારે બેંક ખાતું ખોલાવવું છે, તો આધાર કાર્ડ ફરજિયાત બનાવી દેવાયું છે.સરકારે શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે. બેંકમાં ખાતુ ખોલવા માટે તેમજ 50,000 રૂપિયા તથા તેના કરતા વધારે પૈસાની લેણ-દેણ પર આધાર કાર્ડને ફરજિયાત કર્યું છે. તમામ બેંક ખાતાધારકોને 31 ડિસેંબર 2017 સુધીમાં આધાર ક્રમાંક જમા કરવા માટે કહેવામાં આવ્યું છે, એમ નહી કરવા પર તેમના ખાતા બંધ કરી દેવામાં આવશે.હાલના ખાતાધારકોએ 31 ડીસેમ્બર સુધીમાં આધાર કાર્ડ જમા કરાવી દેવાનું રહેશે. આમ નહીં થાય તો બેંક ખાતું ગેરમાન્ય થઈ જશે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(સીબીડીટી)એ સ્પષ્ટ કરી દીધું છે કે પહેલી જુલાઈથી આવકવેરા રીટર્ન ભરવા માટે આધાર કાર્ડ નંબર જરૂરી રહેશે. તેમજ નવો પેન નંબર મેળવવા માટે પણ આધાર જોઈશે. આવકવેરા વિભાગની નીતિ નિર્ધારક સંસ્થાએ નિવેદન જાહેર કર્યું છે કે સુપ્રીમ કોર્ટ તરફથી અપાયેલ ચુકાદામાં ફકત એ લોકોને આંશિક રાહત અપાઈ છે કે જેમની પાસે આધાર કાર્ડ નથી.