Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બૂમો પાડતો રહ્યો 7 વર્ષનો બાળક, ગંગામાં બાળકને ડુબકી લગાવતા રહ્યા માતા-પિતા, થયુ દર્દનાક મોત

7-year-old repeatedly dipped in Ganga
, ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (11:56 IST)
7-year-old repeatedly dipped in Ganga

-  બાળકને બ્લડ કેંસર હતુ
-  માતા-પિતાને આશા હતી કે ગંગામાં ડુબકી લગાવવાથી તેમનુ બાળક સારુ થઈ જશે
-  આસપાસ ઉભેલા લોકોએ બાળકની ચીસો સાંભળીને મહિલાને રોકવાનો પ્રયત્ન પણ કર્યો
 
Haridwar News: હરિદ્વારમાં એક ખૂબ જ દિલ દહેલાવી દેનારી ઘટના સામે આવી છે.  જ્યા માતા-પિતાએ પોતાના જ સાત વર્ષના બાળકને વારેઘડીએ ગંગામાં ડુબાડીને મારી નાખ્યો. આ બાળકને બ્લડ કેંસર હતુ. માતા-પિતાને આશા હતી કે ગંગામાં ડુબકી લગાવવાથી તેમનુ બાળક સારુ થઈ જશે. બાળક ચીસો પાડતુ રહ્યુ પણ તેઓ હરની પૌડી પર મંત્રોનો જાપ કરતા રહ્યા. જ્યારબાદ તેનુ મોત થઈ ગયુ. 

 
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે ગંગામાં ડુબકી લગાવવાથી કેંસર ઠીક થવાની આશામાં માતા-પિતાએ તેને વારેઘડીએ ગંગામાં ડુબકી લગાવડાવી જેને કારણે તેનુ મોત થઈ ગયુ. પોલીસે કહ્યુ કે બાળકના માતા પિતા હર કી પૌડીના કિનારે મંત્રોનો જાપ કરતા રહ્યા જ્યારે કે બાળકની માસી તેની ચીસોને નજરઅંદાજ કરીને તેને વારેઘડીએ ગંગામાં દુબકી લગાવડાવી રહી હતી જેનાથી તેનો શ્વાસ રૂંધાય જવાથી તેનુ મોત થઈ ગયુ. 
 
બાળકને વારેઘડીએ ડુબકી લગાવડાવી 
 
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે આસપાસ ઉભેલા લોકોએ બાળકની ચીસો સાંભળીને મહિલાને રોકવાનો પ્રયત્ન પણ કર્યો પણ તેણે કોઈની વાત ન સાંભળી અને તે સતત બાળકને ગંગામાં ડુબકી લગાવતી રહી. આ ઘટના પછી ત્યા હાહાકાર મચી ગયો. લોકોએ જ્યા સુધી તે મહિલાને રોકી ત્યા સુધી ઘણુ મોડુ થઈ ગયુ હતુ. બાળકનો જીવ જઈ ચુક્યો હતો. 
 
હર કી પૌરી પોલીસ સ્ટેશનના પ્રભારી ભાવના કૈંથોલાએ જણાવ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે બાળકના માતા-પિતા અને કાકીને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેણે જણાવ્યું કે બાળક બ્લડ કેન્સરથી પીડિત હતો અને દિલ્હીમાં તેના માતા-પિતા સાથે રહેતો હતો. બાળકના સ્વસ્થ થવાની આશામાં પરિવાર તેને ગંગામાં ડૂબકી મારવા માટે લાવ્યો હતો.  તેણે જણાવ્યું કે બાળકનું ડૂબી જવાથી મોત થયું છે. તેમણે કહ્યું કે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video Viral- પાણીપુરી ખાતા લોકો થઇ જાવ સાવધાન