Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હૈદરાબાદમાં 7 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2 ના મોત, 10 લોકો ફંસાયા હોવાની આશંકા

હૈદરાબાદમાં 7 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2 ના મોત, 10 લોકો ફંસાયા હોવાની આશંકા
નવી દિલ્હી. , શુક્રવાર, 9 ડિસેમ્બર 2016 (10:29 IST)
હૈદરાબાદના નાનાકરમગુડામાં ગુરૂવારે મોડી રાત્રે એક સાત માળની બિલ્ડિંગ પડી ગઈ. આ નિર્માણાધીન બિલ્ડિંગ પડતા થયેલ દુર્ઘટનામાં 2ના મોત થઈ ગયા છે જ્યારે કે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવેલ લોકોમાં એક બાળકનો સમાવેશ છે. સૂત્રો મુજબ હજુ પણ 10 લોકો દબાયેલા હોવાની આશંકા બતાવાય રહી છે. એક અંગ્રેજી છાપા મુજબ બિલ્ડિંગનું માળખુ તાજેતરમાં જ પુર્ણ થયુ હતુ અને તેમા ટાઈલ્સ લગાવવાનું અને પ્લંબિંગનુ કામ ચાલી રહ્યુ હતુ. 
 
 
સાઈબરાબાદના એક વરિષ્ઠ પોલીસ અધિકારી જણાવ્યુ કે જે સમયે બિલ્ડિંગ ઢસી એ સમયે તેમા કામ કરનારા 10 લોકો રહેતા હતા. તેમણે જણાવ્યુ કે દુર્ઘટના રાત્રે 10 વાગ્યે બની. દુર્ઘટનાની માહિતી સ્થાનિક લોકોએ 10:30 વાગ્યે પોલીસ, ફાયરિંગ ડિપાર્ટમેંટ અને ગ્રેટર મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી. જ્યાર પછી અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંધી પર જેટલીની આ 11 જાહેરાતો જે જાણવી ખૂબ જરૂરી