Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UPમાં છઠ્ઠા ચરણના 7 જીલ્લાની 49 સીટો પર મતદાન શરૂ, મણિપુરમાં પણ પહેલા તબક્કા માટે મતદાન શરૂ

UPમાં છઠ્ઠા ચરણના 7 જીલ્લાની 49 સીટો પર મતદાન શરૂ, મણિપુરમાં પણ  પહેલા તબક્કા માટે મતદાન શરૂ
, શનિવાર, 4 માર્ચ 2017 (10:05 IST)
સમાજવાદી પાર્ટી સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને ભારતીય જનતા પાર્ટીના મોટા બોલ બોલનારા સાંસદ યોગી આદિત્યનાથની પ્રતિષ્ઠ સાથે જોડાયેલ ઉત્તર પ્રદેશ રાજ્ય વિધાનસભાના છઠ્ઠા ચરણના ચૂંટણીવાળા ક્ષેત્રોમાં આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થઈ ગયુ. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સ7 જીલ્લની 49 સીટો પર ચાલી રહેલ મતદાન સાંજે 5 વાગ્યે પુર્ણ થશે. આ ચરણમાં ગોરખપુર અને આઝમગઢ મંડળોમાં ચૂંટણી થઈ રહી છે. ઉત્તર પ્રદેશના પૂર્વાચંલ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભાજપનો જનાધાર મોટો છે. 2012ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ભાજપનું પ્રદર્શન અહીં ભલે બહુ સારું રહ્યું નહીં હોય પરંતુ લોકસભાની ચૂંટણી વખતે પક્ષને આ વિસ્તારમાં કુલ 18 બેઠકોમાંથી 17 બેઠક મળી હતી.  આ બાજુ અન્ય રાજ્ય મણિપુરમાં પણ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા હેઠળ 38 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. ઈરોમ શર્મિલા પણ ચૂંટણી લડી રહી છે જેના ઉપર સહુની નજર છે.
 
યુપીમાં આ તબક્કામાં જે ઉમેદવારો મેદાનમાં છે તેમાંથી 160 ઉમેદવારો કરોડપતિ છે. તો 126 ઉમેદવારો વિરુદ્ધ કોઈને કોઈ મામલે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. યુપી ઈલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટમાં છઠ્ઠા તબક્કામાં ચૂંટણીમાં ઉભા રહેલા કુલ 78 રાજકિય પક્ષોના 635 ઉમેદવારોના સોગંદનામામું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ 635 ઉમેદવારોમાંથી 160 ઉમેદવારો કરોડપતિ છે. જેમાં બસપાના સૌથી વધુ 35 ઉમેદવાર, ભાજપના 33, સપાના 28, કોંગ્રેસના 6, RLDના 8, અને અપક્ષ 23 ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમણે ચૂંટણી સોગંદનામામાં પતાન પાસે રુપિયા એક કરોડથી વધારે સંપત્તિ હોવાનું જોહેર કર્યું છે.
 
મણિપુરમાં પહેલા તબક્કા માટે શનિવારે મતદાન
 
મણિપુરમાં આજે 38 સીટો પર 168 ઉમેદવારોનું ભાવી 11 લાખ મતદારો નક્કી કરશે, 14 કરોડપતિ ઉમેદવારો ચૂંટણીનાં મેદાનમાં તેમનું કિસ્મત અજમાવી રહ્યા છે. હાલ મતદાન શરૂ થઈ ગયું છે.  મણિપુરમાં છેલ્લાં 15 વર્ષથી કોંગ્રેસની સરકાર છે અને ઓકરામ ઈબોબી મુખ્ય પ્રધાનની ખુરશી પર બિરાજમાન છે, જોકે આ વખતે ભાજપ દ્વારા તેમની સામે મોટો પડકાર સર્જવામાં આવ્યો છે. 2012ની ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસનો 43 સીટ પર વિજય થયો હતો. ઈબોબી આ વખતે છેલ્લાં 15 વર્ષનાં વિકાસનાં કામો પર ચૂંટણી લડી રહ્યા છે. અહીં કોંગ્રેસ, ભાજપ, અન્ય પ્રાદેશિક પક્ષો તેમજ 16 વર્ષ સુધી આફસ્પા રદ કરવાની માગણી સાથે ઉપવાસ કરનાર ઈરોમ ર્શિમલાએ રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેઓ તેમનાં નવા પક્ષનાં નેજાં હેઠળ ચૂંટણી લડી રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રેપના આરોપી અને અખિલેશ સરકારમાં મંત્રી ગાયત્રી પ્રજાપતિ ફરાર