Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મણિપુરમાં 5 મહિના પછી આર્થિક નાકેબંધી સમાપ્ત, CM બિરેન સિંહે જણાવ્યુ નવી શરૂઆત

મણિપુરમાં 5 મહિના પછી આર્થિક નાકેબંધી સમાપ્ત, CM બિરેન સિંહે જણાવ્યુ નવી શરૂઆત
ઈમ્પાલ , સોમવાર, 20 માર્ચ 2017 (09:57 IST)
. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને નગા સમૂહ વચ્ચે સફળ વાતચીત પછી મણિપુરમાં લગભગ 5 મહિનાથી ચાલી રહેલ યૂનાઈટેડ નગા કાઉંસિલ (યૂએનસી)ની આર્થિક નાકેબંધી આજે રાત્રે સમાપ્ત થઈ ગઈ. રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી ઓ ઈબોબી સિંહની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારના 7 નવા જીલ્લા બનાવવાનો નિર્ણય વિરુદ્ધ યૂ.એન.સીએ નવેમ્બર 2016ને આર્થિક નાકેબંધી શરૂ કરી હતી. 
 
2 રાષ્ટ્રીય રાજમાર્ગ-એનએચ2 અને એનએચ-37 પર નાકાબંદીથી રાજ્યમાં જરૂરી વસ્તુઓની કિમંતોમાં ભારે વૃદ્ધિ થઈ ગઈ અને સામાન્ય જનજીવન પ્રભાવિત રહ્યુ રાજ્યમાં તાજેતરમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બની રહ્યો. નવગઠિત સરકારના આ પ્રથમ કદમની પ્રશંસા કરતા મણિપુરની રાજ્યમાલ નજમા હેપતુલ્લાએ કહ્યુ કે આર્થિક નાકાબંદી સમાપ્ત થવાથી રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યોગી બન્યા યુપીના 21મા સીએમ, કેશવ-દિનેશે લીધા ડિપ્ટી CMના શપથ