Publish Date: Wed, 11 Aug 2021 (14:27 IST)
Updated Date: Wed, 11 Aug 2021 (15:00 IST)
મહારાષ્ટ્રમાં એક સાડાત્રણ વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવો પડ્યો છે. પોતાની મા દ્વારા તેની તકિયાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી છે. ત્યાર પછી માને પસ્તાવો થતાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
લીધી.
મહિલાએ સુસાઇડમાં સ્પષ્ટપણે લખ્યું છે કે દીકરાની હત્યા તેણે જ કરી છે. જોકે બંનેના મૃતદેહ રૂમની અંદર હતા. રૂમ અંદરથી બંધ હતો અને બાળકના નાકમાંથી લોહી નીકળતું હતું. મહિલાનાં માતા-પિતાએ પણ
પોતાના ભાણિયાની હત્યા કરવામાં આવી છે, એની પુષ્ટિ કરી છે.
સોમવારે રાત્રે 9:30 વાગ્યે 30 વર્ષીય શિખા સાગર પાઠકનો મૃતદેહ ફાંસી પર લટકતો જોવા મળ્યો. તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતુ કે આ બંને મોત માટે કોઇને પણ જવાબદાર ના ગણવા જોઈએ. ઓનલાઈન શિક્ષણમાં ધ્યાન ન આપતા દ્વારા તેની તકિયાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી છે.