રાજસ્થાનના ભરતપુરમાં લગ્નમાં એક મોટી દુર્ઘટનાથી બધાની ખુશીયો માતમમાં ફેરવાઈ ગઈ. ચામુંડા માતા મંદિર વિસ્તારમાં બુધવારે તેજ વાવાઝોડામાં એક મેરેજ હૉલની દિવાલ પડી જતા ચાર બાળકો અને આઠ મહિલાઓ સહિત 25 લોકોના મોત થઈ ગયા અને 30થી વધુ ઘાયલ થઈ ગયા. જયપુરના જૌહરી બજારથી ભરતપુર જાન આવી હતી. જેમાં લગભગ 800 લોકો ઉપસ્થિત હતા. મરનારની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ છે.
ઘટનાને પગલે ઘાયલોને ભરતપુર જિલ્લા હોસ્પિટલ અને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ઘટના તે સમયે બની જ્યારે સેવરના મેરેજ હોલમાં જયપુરના જૌહરી બજાર નિવાસી દીપ ચંદ્રના પુત્ર ધર્મેંદ્રના લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો.
અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદથી બચવા માટે લોકો મેરેજ હોલની દીવાલની પાસે ઉભા રહ્યા હતા. ત્યારે અચાનક લગભગ 80 ફૂટ લાંબી દીવાલ પત્તાની જેમ પડી હતી. જેના લીધે દીવાલ પાસે ઉભેલા તમામ લોકો દબાઈ ગયા હતા. ઘટનાને પગલે તાત્કાલિક આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચીને લોકોને બહાર કાઢ્યા હતા. હાલ આ ગમખ્વાર ઘટનાને પગલે આખા વિસ્તારમાં માતમ છવાયેલો છે.
ઘટનાન સમીક્ષા કરતા એક પોલીસ અધિકાર અનિલ કુમારના મતે, અન્નાપૂર્ણા લગ્ન ઘકમાં એક લગ્ન સમારોહ દરમિયાન દીવાલ પડવાથી 23 લોકોના મોત થયા હતા. મૃતકો અને ઘાયલ થયેલા લોકોમાં જયપુરથી આવેલી જાનના જાનૈયાઓનો પણ સમાવેશ થાય છે.