ડૉ. બી.આર. આમ્બેડકરની 22 પ્રતિજ્ઞા જે તેમણે 1956માં બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મ અપનાવતી વખતે લીધી હતી....

શનિવાર, 14 એપ્રિલ 2018 (15:23 IST)
ડો. બી.આર. આમ્બેડકરે બૌદ્ધ ધર્મમાં પરત ફરવાના પ્રસંગે 15 ઓક્ટોબર 1956ના રોજ પોતાના શિષ્યો માટે 22 પ્રતિજ્ઞાઓ નક્કી કરે. તેમણે આ શપથને નક્કી કરી જેથી હિન્દુ ધર્મના બંધનોને સંપૂર્ણ રીતે પૃથક કરી શકાય. આ 22 પ્રતિજ્ઞાઓ હિન્દુ માન્યતા અને પદ્ધતિયોની જડ પર ઊંડો આધાત કરે છે. એ પ્રતિજ્ઞાઓ નિમ્ન પ્રકારની છે. 
 
- હુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં કોઈ વિશ્વાસ નહી કરુ અને ન તો હુ તેની પૂજા કરીશ 
- હુ રામ અને કૃષ્ણ, જે ભગવાનના અવતાર માનવામાં આવે છે. હુ કોઈ આસ્થા નહી રાખુ અને ન તો હુ તેની પૂજા કરીશ. 
- હુ ગૌરી ગણપતિ અને હિન્દુઓના અન્ય દેવી-દેવતાઓમાં આસ્થા નહી રાખુ અને ન તો હુ તેમની પૂજા કરીશ. 
- હુ ભગવાનના અવતારમાં વિશ્વસ કરતો નથી 
- હુ ન તો એ માનુ છે અને ન તો માનીશ કે ભગવાન બુદ્ધ વિષ્ણુના અવતાર હતા. હુ આને પાગલપન અને ખોટો પ્રચાર માનુ છુ. 
- હું શ્રદ્ધા (શ્રાદ્ધ) માં ભાગ નહી લઉ અને ન તો હુ પિંડ-દાન કરીશ 
- હુ બુદ્ધના સિંદ્ધાંતો અને ઉપદેશોનું ઉલ્લંઘન કરનારા રીત પર કાર્ય નહી કરુ. 
- હુ બ્રાહ્મણો દ્વારા નિષ્પાદિત થનારા કોઈ પણ સમારંભને સ્વીકાર નહી કરુ. 
- હુ મનુષ્યની સમાનતામાં વિશ્વાસ કરુ છુ. 
- હુ સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ. 
- હુ બુદ્ધના આષ્ટાંગિક માર્ગનુ અનુશરણ કરીશ. 
- હુ બુદ્ધ દ્વારા નિર્ધારિત પરમિતોનુ પાલન કરીશ 
- હુ બધા જીવિત પ્રાણીયો પ્રત્યે દયા અને પ્રેમ ભરી દયાળુતા રાખીશ 
- હુ ચોરી નહી કરુ 
- હુ ખોટુ નહી બોલુ 
- હુ કામુક પાપો નહી કરુ 
- હુ દારૂ ડ્રગ્સ જેવા માદક પદાર્થોનુ સેવન નહી કરુ 
- હુ મહાન આષ્ટાંગિક માર્ગના પાલનનો પ્રયાસ કરીશ અને સહાનુભૂતિ અને પ્રેમ ભરી દયાળુતાનુ દૈનિક જીવનમાં અભ્યાસ કરીશ. 
- હુ હિન્દુ ધર્મનો ત્યાગ કરુ છુ જે માનવતા માટે હાનિકારક છે અને ઉન્નતિ અને માનવતાના વિકાસમાં બાધક છે કારણ કે આ અસમાનતા પર આધારિત છે અને સ્વધર્મના રૂપમાં બૌદ્ધ ધર્મને અપનાવુ છુ. 
- હુ દ્દ્રઢતા સાથે એ વિશ્વાસ કરુ છુ કે બુદ્ધનો ધર્મ જ સાચો ધર્મ છે. 
- મને વિશ્વાસ છેકે હુ ફરીથી જન્મ લઈ રહ્યો છુ. (આ ધર્મ પરિવર્તન દ્વારા)
- હુ ગંભીરતા અને દ્રઢતા સાથે જાહેર કરુ છુ કે હુ ધર્મ પરિવર્તન પછી પોતાના જીવનના બુદ્ધના સિદ્ધાનો અને શિક્ષાઓ અને તેમના ધર્મ મુજબ માર્ગદર્શન કરીશ. - ડો. બી.આર. આંબેડકર 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતમાં મિલકત જાહેર ન કરનારા સરકારી બાબુઓનો પગાર અટકાવાયો