Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુપ્રીમ કોર્ટે આસારામ વિરુદ્ધ નવી FIR નોંધવાનો આદેશ આપ્યો, 1 લાખનો દંડ પણ લગાવ્યો

સુપ્રીમ કોર્ટે આસારામ વિરુદ્ધ નવી FIR નોંધવાનો આદેશ આપ્યો, 1 લાખનો દંડ પણ લગાવ્યો
જોધપુર. , સોમવાર, 30 જાન્યુઆરી 2017 (16:05 IST)
સુપ્રીમ કોર્ટે સોમવારે મેડિકલ ગ્રાઉંડ્સ પર બેલ આપવાની આસારામની પિટીશનને રદ્દ કરી દીધી. સાથે જ કહ્યુ કે હેલ્થ સાથે જોડાયેલ ખોટા ડોક્યુમેંટ્સ રજુ કરવા પર તેના પર નવી એફઆઈઆર નોંધવી જોઈએ. કોર્ટે આસારામ પર એક લાખ રૂનો દંડ પણ લગાવ્યો. કહ્યુ હતુ - સારવાર આયુર્વેદથી જ શક્ય છે. 
 
- સુપ્રીમ કોર્ટે કહ્યુ - આ વાતને નજર અંદાજ નથી કરી શકાતી કે ટ્રાયલને કારણ વગર ખેંચવામાં આવી. સાક્ષી પર હુમલા કરાવ્યા, જેમાથી 2ના મોત થઈ ચુક્યા છે. 
- આસારામે પોતાના શરીરમાં બાર પ્રકારની બીમારીઓનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. 
- પિટીશનમાં બતાવ્યુ હતુ કે તેનો ઈલાજ કેરલમાં આયુર્વેદ પદ્ધતિથી જ શક્ય છે. આવામાં તેમને ત્યા જઈને સારવાર કરાવવાની મંજુરી આપવામાં આવે. 
- સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યુ, "આસારામની તબિયત એટલી ખરાબ નથી કે તેમને જામીન આપવામાં આવે." 
 
- સુપ્રીમ કોર્ટે આ સાથે જ ખોટા મેડિકલ રિપોર્ટ રજુ કરવા બદલ આસારામ પર એક લાખ રૂપિયાનો દંડ અને તેમની સામે નવી FIR નોંધવાના પણ આદેશ આપ્યાં છે. કોર્ટે આ મામલે આસારામની માફીને પણ ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે આસારામે પોતે જ કોઈ પણ કારણ રજુ કર્યા વગર MRI કરાવવાની ના પાડી દીધી હતી. સરકારે પણ આસારામના જામીનનો વિરોધ કર્યો હતો.
 
અત્રે જણાવવાનું કે આ અગાઉ રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આસારામના વકીલોએ જામીન મામલે જેલ સુપ્રીટેન્ડેન્ટને ખોટો પત્ર આપ્યો છે જેમાં આસારામની હાલત ખરાબ હોવાનું જણાવાયું હતું. સુપ્રીમ કોર્ટે એમ્સના બોર્ડ પાસે 10 દિવસની અંદર આસારામનો તપાસ રિપોર્ટ માંગ્યો હતો. હોસ્પિટલે આ રિપોર્ટ કોર્ટમાં જમા પણ કરાવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના ગોડાદરા ગામમાં ગાયનું કપાયેલુ માથું મળતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ, તોડફોડ અને આગચંપી