Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-21 નુ વિમાન ક્રેશ, દુર્ઘટનામાં 2 લોકોના મોત, એક ઘાયલ

mig  21 rajsthan
, સોમવાર, 8 મે 2023 (11:44 IST)
હનુમાનગઢ - રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-21  ક્રેશ થઈ ગયુ છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે.  હનુમાનગઢના ગામમા બહલોલ નગરમાં આ દુર્ગટના થઈ છે.  દુર્ઘટના પછી ઘટના સ્થળ પર ગ્રામીણોની ભીડ એકત્ર થઈ ગઈ છે. 
 
આ મામલે સત્તાવાર નિવેદન પણ સામે આવી ગયુ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે ભારતીય વાયુસેનાનુ એક મિગ 21 વિમાન આજે સવારે નિયમિત પ્રશિક્ષણ ઉડાન દરમિયાન સૂરતગઢની પાસે દુર્ગટનાગ્રસ્ત થઈ ગયુ. પાયલોટ સામાન્ય રીતે ઘાયલ થયો છે અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે.   દુર્ઘટનાનુ કારણ જાણવા માટે તપાસ ટીમની તૈયાર કરવામાં આવી છે. 
 
આ પહેલા 2022માં ગોવાના કિનારે નિયમિત ફ્લાઇટ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. અહીં એક MiG 29K ફાઈટર પ્લેન ટેક્નિકલ ખામીના કારણે સમુદ્ર પર ક્રેશ થયું હતું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. ભારતીય નૌકાદળે આ અંગે માહિતી આપી હતી. નૌકાદળે કહ્યું હતું કે આ ઘટનાના કારણની તપાસ કરવા માટે તપાસ બોર્ડ (BOI) ને આદેશ આપવામાં આવ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Amritsar Blast: અમૃતસરના સુવર્ણ મંદિર પાસે ફરી વિસ્ફોટ, 24 કલાકમાં બે વિસ્ફોટથી હચમચી ઉઠ્યા